વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) વિશે જાણીએ

નિવૃત્તિ તેની સાથે અનેક ગૂંચવણો અને આશંકાઓ લઇને આવે છે, પરંતુ એવી બચત યોજનાઓ ઉપલબ્ધ છે, જે સલામત અને સુનિશ્ચિત નિવૃત્તિની આવક આપે છે. વર્ષ 2004માં શરૂ કરવામાં આવેલી વરિષ્ઠ નાગરિક બચત યોજના (એસસીએસએસ) એ ભારત સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને સલામત રોકાણ દ્વારા નિશ્ચિત વળતર આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના વરિષ્ઠ નાગરિકોને […]

રાષ્ટ્રીય બચત પત્ર (National Saving Certificate-NSC) વિશે જાણીએ

રાષ્ટ્રીય બચત પત્ર (NSC) એ લોકપ્રિય અને સલામત નાની બચતનું સાધન છે, જે કર-બચત તથા નિશ્ચિત વળતર ધરાવે છે. આ યોજના સરકારની યોજના છે અને તે પોસ્ટ ઓફિસે પ્રાપ્ય સૌથી વધુ સલામત રોકાણ વિકલ્પો પૈકી એક છે. પોસ્ટ ઓફિસની વહેંચણીની ક્ષમતાના કારણે આ યોજનાની લોકપ્રિયતા વધી છે અને તે તમામ રોકાણકાર વર્ગમાં પ્રિય છે. 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વિશે જાણીએ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી લાંબા ગાળાની બચત યોજના છે જે બચત પર કરલાભ ઉપરાંત લોક-ઇન સમય બાદ ઉપાડની સુવિધા પણ આપે છે.

પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ વિશે જાણીએ

પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ (પીઓટીડી) એ બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટને સમાન છે, જેમાં તમે નિશ્ચિત સમય માટે નાણાં બચાવો છો અને ડિપોઝિટની મુદત દ્વારા નિશ્ચિત વળતર મેળવો છો. ડિપોઝિટની પાકતી મુદતે મેચ્યોરિટીની રકમ ડિપોઝિટ કરવામાં આવેલી મૂડી અને તેના પર મળેલું વ્યાજ હોય છે.

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ વિશે જાણીએ

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (પીઓઆરડી) એ એક પદ્ધતિસરની બચત યોજના છે, જેમાં તમે 60 મહિના સુધી દર મિહને નાની પણ નિશ્ચિત રકમની બચત કરો છો. PORD માં બચત નિશ્ચિત વ્યાજ મેળવે છે, જે સમય જતાં મોટી અને નિયત કરેલી બચત ભેગી કરવામાં ઉપયોગમાં લઇ શકાય છે. ખાસ કરીને નાના રોકાણકારો માટે લાભદાયી છે, વળતર નીચું […]

બેન્ક રિકરિંગ ડિપોઝિટ વિશે જાણીએ

બેન્ક રિકરિંગ ડિપોઝિટ (RD) એ એવા પ્રકારની ડિપોઝિટ છે જેમાં વ્યક્તિ એક નિશ્ચિત સમય-મર્યાદા માટે એક એકાઉન્ટમાં પ્રતિ માસ અગાઉથી નક્કી થયેલી ચોક્કસ તારીખ સુધીમાં નિયમિત રકમની બચત કરે છે. નિશ્ચિત માસિક રોકાણ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ કરતાં ઊંચું વ્યાજ રળે છે. રિકરિંગ ડિપોઝિટ રેટ ડિપોઝિટની મુદત પર આધારિત હોય છે. 

કંપની ડિપોઝિટ્સ વિશે જાણીએ

બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટની જેમ કંપની ડિપોઝિટએ એ એવી ડિપોઝિટ છે જે નાણાકીય સંસ્થાઓ અને નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (એનબીએફસી)માં નિશ્ચિત મુદત માટે વળતરના નિશ્ચિત દરે મૂકવામાં આવે છે. વ્યાજદરનો આધાર મુદતના ગાળા પર રહે છે અને આ ડિપોઝિટોનું કંપનીઝ એક્ટની સેક્શન 58એ હેઠળ સંચાલન થાય છે.

બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ વિશે જાણીએ

બેન્કની ફિક્સ ડિપોઝિટને ટર્મ ડિપોઝિટ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ખાતા ધારક દ્વારા સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમાં રહેલા બેલેન્સની સરખામણીએ વધારે વ્યાજ મેળવવા ખોલાવવામાં આવે છે. 

સેવિંગ બેંક એકાઉન્ટ (બચત ખાતા) વિશે જાણીએ

તમે કદાચ બેંકમાં બચત ખાતું ધરાવતા હોવ પરંતુ એવી શક્યતા છે કે બેન્કિંગની તમારા નાણા પરની અસર બાબતે તમે વિચાર ના કર્યો હોય. વિવિધ પ્રકારના સેવિંગ બેન્ક એકાઉન્ટ વિશે જ્ઞાન મેળવવાથી તમે નાણાં બચાવી શકો છો.

રોકાણ અને વીમા વચ્ચેનો તફાવત જાણીએ

મોટા ભાગે લોકો બચત અને વીમા અંગે ગૂંચવણ અનુભવતા હોય છે. કેટલીક વખત પૂરતી જાણકારી વગર અણઘડ રીતે વીમા ઉતરાવીને રોકાણકારો પાછળથી અકળામણ પણ અનુભવે છે અને નાણાં પણ ગુમાવે છે. અહીંયા તમે આ તમામ બાબતો સમજાવતું એક સરળ ઉદાહરણ જોશો.

ફિક્સ્ડ ડિપોઝિટ્સ વિશે જાણીએ

ફિક્સ ડિપોઝીટ એક એવું નાણાંકીય પ્રમાણપત્ર છે કે જે બેંક દ્વારા પુરૂ પાડવામાં આવે છે, જે મોટા ભાગે બચત ખાતા(સેવિંગ્સ ઍકાઉન્ટ) કરતા વધારે વ્યાજ આપવાની બાંયધરી મુદત પ્રમાણે પાકતી તારીખે આપે છે. ભારતમાં તે સલામત રોકાણના વિકલ્પ તરીકે લોકપ્રિય છે.

મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણીએ

મ્યુચ્યુઅલ ફંડની કોઈ ઓફિશિઅલ વ્યાખ્યા નથી પણ સામાન્ય રીતે એવું જરૂર કહી શકાય કે એક સામાન્ય ધ્યેય જેમ કે શેરબજાર, ગોલ્ડ,નાણા બજાર, બોન્ડ, ડિબેન્ચર્સ તથા અન્ય રોકાણના વિકલ્પોમાંનાણા રોકીને સારું વળતર મેળવવાના હેતુથી જે રોકાણકરો તેમનાનાણા નિષ્ણાત અને વેલ ઓર્ગેનાઈઝ ટ્રસ્ટને આપે છે અને ત્યારબાદ જે ફંડ ભેગું થાય છે તેને મ્યુચ્યુઅલ ફંડ કેહવામાં આવે […]

શેરબજાર વિશે જાણીએ

સામાન્ય રીતે ભારતમાં એવી માન્યતા પ્રવર્તે છે કે શેરબજાર એટલે સટ્ટો, જુગાર અથવા તો તેજી મદી કરવા માટેનું સ્થળ, શેરબજારમાં જે કઈ પણ ધંધો થાય તે બધો સામાન્ય રીતે સટ્ટો જ કેહવાય છે, મોટા ભાગના લોકો શેરબજારને સટ્ટાબજાર તરીકે જ ઓળખે છે, ઉપરોક્ત માન્યતા ખરેખર ભૂલ ભરેલી છે. ખરી રીતે સાચા અર્થમાં કહીએ તો શેરબજાર […]