મૂડીનું રક્ષણ : SCSS માં મૂડી સંપૂર્ણ સલામત છે કારણ કે આ યોજના ગેરન્ટેડ વળતર સાથેની ભારત સરકારની યોજના છે.
ફુગાવા સામે રક્ષણ : SCSS ફુગાવા સામે રક્ષિત નથી. જ્યારે પણ ફુગાવો ગેરન્ટેડ વળતર કરતાં ઊંચો હોય ત્યારે આ યોજના કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. પરંતુ જ્યારે ગેરન્ટેડ વ્યાજદર કરતાં ફુગાવો નીચો હોય ત્યારે તે હકારાત્મક વાસ્તવિક વળતર મેળવે છે.
ગેરેન્ટી : આ ડિપોઝિટ પરનો વ્યાજદર દર વર્ષે એપ્રિલ 1 પહેલાં જાહેર કરવામાં આવે છે અને તે સમાન પાકતી મુદતના જી-સેક દર સાથે સંલગ્ન હોય છે અને તેમાં 1 ટકાનો ફર્ક હોઇ શકે છે. હાલમાં, SCSS ડિપોઝિટ પરનો વ્યાજદર 9.20 ટકા વાર્ષિક છે અને તે ત્રિમાસિક રીતે ગણાય છે.
પ્રવાહિતા : અગાઉથી નક્કી કરેલા પાંચ વર્ષના લોક-ઇન છતાં SCSS તરલ છે. આ પ્રવાહિતા શરતો તથા દંડને આધિન ઉપાડના સ્વરૂપમાં આપવામાં આવે છે.
ક્રેડિટ રેટિંગ : SCSS ભારત સરકારની યોજના હોવાથી તેને કોઇ વ્યાપારી રેટિંગની આવશ્યકતા નથી.
બહાર નિકળવાના વિકલ્પ : મુદત પહેલાં એકાઉન્ટ બંધ કરવા માટે દંડ સાથે મંજૂરી આપવામાં આવે છે.
અન્ય જોખમો : આ રોકાણ સાથે કોઇ જોખમ જોડાયેલું નથી અને આથી તે સંપૂર્ણ રીતે જોખમ રહિત છે.
કરવેરાની અસરો : એપ્રિલ 1, 2007ના દિવસે કે ત્યાર બાદ SCSS માં રોકવામાં આવેલી રકમ આવકવેરાના કાયદાની કલમ 80સી હેઠળ કર કપાતને પાત્ર છે. જો કે ડિપોઝિટ પર મેળવવામાં આવેલું વ્યાજ સંપૂર્ણ રીતે કરપાત્ર છે અને જો વર્ષનું કુલ વ્યાજ રૂ. 10,000થી વધુ હોય તો કર સ્ત્રોત પર જ કપાય છે (ટીડીએસ). જો કે જો આવક કરપાત્ર ના હોય તો વ્યક્તિએ ફોર્મ 15એચ કે 15જી આપવાનું રહે છે જેથી સ્ત્રોત પર જ કર ના કપાય.
ખાતુ ક્યાં ખોલાવવું ?
ખાતુ કઇ રીતે ખોલાવવું ?
- એક એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ, જે બેન્ક આપશે
- પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ
- સરનામા તથા ઓળખના પુરાવા જેમ કે પાસપોર્ટ, પાન કાર્ડ કે આવકવેરાના કાયદા 1961 મુજબ ફોર્મ નં 60 કે 61માં ડિક્લેરેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતાદાતા ઓળખ કાર્ડ કે રેશન કાર્ડની નકલ
- ખાતુ ખોલાવતી વખતે ચકાસણી માટે ઓળખના અસલ પુરાવા સાથે રાખો
યાદ રાખવાના મુદ્દા
- એક બેન્કથી બીજી બેન્કમાં ખાતાના સ્થળાંતરની સુવિધા
- વ્યાજનું બચત ખાતામાં ઇસીએસ ટ્રાન્સફર
- ખાતુ વહેલા બંધ કરવાના કિસ્સામાં દંડનિય જોગવાઇઓ