મૂડીની સલામતી : NSCમાં મૂડી સંપૂર્ણ સલામત છે કારણ કે આ ભારત સરકારની યોજના છે અને તે તેને નિશ્ચિત વળતર સાથે જોખમ રહિત બનાવે છે.
ફુગાવા સામે રક્ષણ : NSC ફુગાવા સામે રક્ષિત નથી, મતલબ કે જ્યારે ફુગાવો ડિપોઝિટના વ્યાજદરથી ઊંચો હોય ત્યારે તે કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. જોકે જ્યારે વ્યાજદર ફુગાવા કરતાં ઊંચો હોય ત્યારે તે વાસ્તવિક રીતે ઊંચું વળતર મેળવે છે.
ગેરેન્ટી: NSC પર વ્યાજદર ગેરન્ટેડ છે. હાલમાં એનએસસીમાં પાંચ વર્ષના વિકલ્પમાં 8.5 ટકા તથા 10 વર્ષના વિકલ્પમાં 8.8 ટકા વ્યાજદર છે, જે અર્ધ-વાર્ષિક ગણાય છે. આ ડિપોઝિટ પરનો વ્યાજદર દર વર્ષે એપ્રિલ 1 પહેલાં જાહેર કરવામાં આવે છે અને તે સમાન પાકતી મુદતના જી-સેક દર સાથે સંલગ્ન હોય છે, અને તેમાં પાંચ વર્ષના વિકલ્પમાં 0.25 ટકાનો અને 10 વર્ષના વિકલ્પમાં 0.5 ટકાનો ફર્ક હોઇ શકે છે.
પ્રવાહિતા : પાંચ વર્ષ અને દસ વર્ષનો અગાઉથી નક્કી થયેલો લોક-ઇન સમયગાળો હોવા છતાં NSC તરલ છે અને આ તરલતા લોનના સ્વરૂપમાં આપવામાં આવે છે.
ક્રેડિટ રેટિંગ : NSC ભારત સરકારની યોજના હોવાથી તેને કોઇ વ્યાપારી રેટિંગની આવશ્યકતા નથી.
બહાર નિકળવાનો વિકલ્પ : ત્રણ વર્ષ બાદ અથવા સર્ટિફિકેટ ધારકના મૃત્યુના કિસ્સામાં સમય પહેલાં નાણાં ઉપાડવા શક્ય છે.
અન્ય જોખમો : સરકારની યોજના હોવાથી આ પ્રોડક્ટમાં બચત સંપૂર્ણ રીતે જોખમ રહિત છે.
કરવેરાની અસરો : એક નાણાકીય વર્ષમાં મહત્તમ રૂ. 1 લાખ સુધીની બચત સુધી એનએસસીમાં કરવામાં આવેલું રોકાણ કલમ 80સી હેઠળ કર કપાતને પાત્ર છે, જેમાં હયાત સર્ટિફિકેટ પર મેળવેલા વ્યાજનો પણ સમાવેશ થાય છે. NSE પર વાર્ષિક ધોરણે મેળવેલું વ્યાજ કુલ આવકમાં ઉમેરવામાં આવે છે અને તેને અન્ય સ્ત્રોતની આવક હેઠળ ગણતરીમાં લેવાય છે અને તેને જ કલમ 80સી હેઠળ બાદ માંગી શકાય છે જેથી વ્યાજ કરમુક્ત બને.
ક્યાં ખરીદી શકાય?
- સર્ટિફિકેટ કોઇપણ હેડ પોસ્ટ ઓફિસ કે જનરલ પોસ્ટ ઓફિસથી ખરીદી શકાય છે.
કઇ રીતે ખરીદવું?
- તમારે પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ એનએસસી અરજી ફોર્મ ભરવાનું રહેશે
- ખરીદીના સમયે ચકાસણીના હેતુસર ઓળખના અસલ પુરાવા સાથે રાખો
- તમે રોકડ, ચેક કે પછી જ્યાંથી NSC ખરીદી રહ્યા હોવ તે પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરના નામના ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમે સર્ટિફિકેટ ખરીદી શકો છો.
- સર્ટિફિકેટ ખરીદતા સમયે ઔપચારિકતા પૂર્ણ કરવા માટે નોમિની પસંદ કરો અને સાક્ષીની સહી મેળવો
યાદ રાખવાના મુદ્દા
- સર્ટિફિકેટ પર કોઇ પણ પોસ્ટ ઓફિસથી નાણાં લઇ શકાય છે પરંતુ તે માટે સર્ટિફિકેટની ઇચ્છનિય પોસ્ટ ઓફિસે ટ્રાન્સફર મેળવેલી હોવી જોઇએ.
- સર્ટિફિકેટ કોઇપણ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે.
- વ્યાજની આવક કરપાત્ર પરંતુ કોઇ TDS સર્ટિફિકેટ આપવામાં આવતું નથી