મૂડીનું રક્ષણ : PPF એકાઉન્ટમાં મૂડી સંપૂર્ણ સલામત છે કારણ કે આ ભારત સરકારની યોજના છે અને તે તેને નિશ્ચિત વળતર સાથે જોખમ રહિત બનાવે છે.
ફુગાવા સામે રક્ષણ : PPF એકાઉન્ટ ફુગાવાથી રક્ષિત નથી જેનો મતલબ એમ થાય છે કે જ્યારે પણ ફુગાવો નિશ્ચિત 8.70 ટકાના વ્યાજદરથી વધુ હોય ત્યારે ડિપોઝિટ કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. જોકે જ્યારે ફુગાવાનો દર 8.70 ટકાથી નીચો હોય ત્યારે તે હકારાત્મક વાસ્તવિક વળતર મેળવે છે.
ગેરેન્ટી : હાલમાં PPF ડિપોઝિટ પરનો વ્યાજદર વાર્ષિક 8.70 ટકા છે, જે 2013-14ના નાણાકીય વર્ષમાં કરવામાં આવેલી ડિપોઝિટ માટે ગેરન્ટેડ છે. આ ડિપોઝિટ પરનો વ્યાજદર દર વર્ષે એપ્રિલ 1 પહેલાં જાહેર કરવામાં આવે છે અને તે સમાન પાકતી મુદતના જી-સેક દર સાથે સંલગ્ન હોય છે, અને તેમાં 0.25 ટકાનો ફર્ક હોઇ શકે છે.
પ્રવાહિતા : આ ખાતામાં 15 વર્ષનો લોક-ઇન નક્કી કરાયો હોવા છતાં PPF તરલ છે. તરલતા ત્રીજા વર્ષથી લોનના સ્વરૂપમાં અને સાતમા વર્ષથી શરતોને આધિન ઉપાડના સ્વરૂપમાં આપવામાં આવે છે.
ક્રેડિટ રેટિંગ : PPF ભારત સરકારની યોજના હોવાથી તેને કોઇ વ્યાપારી રેટિંગની આવશ્યકતા નથી.
બહાર નિકળવાનો વિકલ્પ : ખાતાધારકના મૃત્યુના કિસ્સાના અપવાદ સિવાય પીપીએફ ખાતાને મુદત પહેલાં બંધ કરવાની મંજૂરી નથી આપવામાં આવતી.
અન્ય જોખમો : સરકારની યોજના હોવાથી આ પ્રોડક્ટમાં બચત સંપૂર્ણ રીતે જોખમ રહિત છે.
કરવેરાની અસરો : એક નાણાકીય વર્ષમાં મહત્તમ રૂ. 1 લાખ સુધીની બચત સુધી પીપીએફ ખાતામાં કરવામાં આવેલું રોકાણ કલમ 80સી હેઠળ કર કપાતને પાત્ર છે. પાકતી મુદતે, વ્યાજ સહિતની તમામ રકમ કરમુક્ત છે. આ ડિપોઝિટ વેલ્થ ટેક્સથી પણ મુક્ત છે.
ખાતું ક્યાં ખોલાવવું ?
- કોઇપણ હેડ પોસ્ટ ઓફિસ કે જનરલ પોસ્ટ ઓફિસ
- ભારતીય સ્ટેટ બેન્ક કે તેની સાથે સંકળાયેલી સ્ટેટ બેન્ક ઓફ મૈસુર જેવી બેન્કોની શાખાઓ
- સીધા કરવેરા સ્વીકારવા માટે જેમને મંજૂરી આપવામાં આવેલી છે તેવી રાષ્ટ્રીયકૃત બેન્કોની શાખાઓ
- આઇસીઆઇસીઆઇ બેન્ક જેવી ખાનગી ક્ષેત્રની બેન્કો
ખાતું કઇ રીતે ખોલાવવું ?
- એક એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ
- પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ
- સરનામા અને ઓળખના પુરાવા જેવા કે પાસપોર્ટ, પેન કાર્ડ કે આવક વેરા કાયદા 1961 મુજબ ફોરમ નં 60 કે 61 હેઠળ ડિક્લેરેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાતા આઇડી કે રેશન કાર્ડની નકલ
- ખાતું ખોલાવતા સમયે ચકાસણી માટે ઓળખના અસલ પુરાવા સાથે રાખો
- ડિપોઝિટ શરૂ કરવાની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે એક નોમિની પસંદ કરો અને સાક્ષીની સહી મેળવો
ડિપોઝિટ કઇ રીતે ચલાવવી ?
- તમારા ખાતામાં રકમ જમા કરાવવા માટે શરૂઆતની ખાતું ખોલાવવાની રકમ સાથે તમારે એક પે-ઇન સ્લિપની જરૂર પડશે
- તમે તમારો ફોટો લગાવેલી અને તમે પસંદ કરેલા નોમિની જણાવતી એક પીપીએફ પાસબુક મેળવો છો
યાદ રાખવાના મુદ્દા
- ખાતુ ખોલાવવા જરૂરી લઘુત્તમ રકમ
- લોન અને ઉપાડના કિસ્સામાં દંડનીય જોગવાઇઓ