પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (પીઓઆરડી) એ એક પદ્ધતિસરની બચત યોજના છે, જેમાં તમે 60 મહિના સુધી દર મિહને નાની પણ નિશ્ચિત રકમની બચત કરો છો. PORD માં બચત નિશ્ચિત વ્યાજ મેળવે છે, જે સમય જતાં મોટી અને નિયત કરેલી બચત ભેગી કરવામાં ઉપયોગમાં લઇ શકાય છે.
ખાસ કરીને નાના રોકાણકારો માટે લાભદાયી છે, વળતર નીચું છતાં બચત નિયમિત થઇ શકે છે
મૂડીનું રક્ષણ : PORD માં મૂડી સંપૂર્ણ સલામત છે કારણ કે આ યોજના ગેરન્ટેડ વળતર સાથેની ભારત સરકારની યોજના છે.
ફુગાવા સામે રક્ષણ : પીઓઆરડી ફુગાવા સામે રક્ષિત નથી. જ્યારે પણ ફુગાવો ગેરન્ટેડ વળતર કરતાં ઊંચો હોય ત્યારે આ યોજના કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. પરંતુ જ્યારે ગેરન્ટેડ વ્યાજદર કરતાં ફુગાવો નીચો હોય ત્યારે તે હકારાત્મક વાસ્તવિક વળતર મેળવે છે.
ગેરેન્ટી : વ્યાજદર ગેરેન્ટી છે અને તે હાલમાં ત્રિમાસિક રીતે 8.30 ટકા છે. આ ડિપોઝિટ પરનો વ્યાજદર દર વર્ષે એપ્રિલ 1 પહેલાં જાહેર કરવામાં આવે છે અને તે સમાન પાકતી મુદતના જી-સેક દર સાથે સંલગ્ન હોય છે, અને તેમાં 0.25 ટકાનો ફરક હોઇ શકે છે.
પ્રવાહિતા : અગાઉથી નક્કી કરેલા 60-મહિનાના લોક-ઇન છતાં પીઓઆરડી તરલ છે. આ પ્રવાહિતા શરતો તથા દંડને આધિન ઉપાડના સ્વરૂપમાં આપવામાં આવે છે.
ક્રેડિટ રેટિંગ : PORD ભારત સરકાર દ્વારા આપવામાં આવતી હોવાથી તેને કોઇ વ્યાપારી રેટિંગની આવશ્યકતા નથી.
બહાર નિકળવાના વિકલ્પ : મુદત પહેલાં એકાઉન્ટ બંધ કરવા માટે દંડ સાથે મંજૂરી આપવામાં આવે છે.
અન્ય જોખમો : આ રોકાણ સાથે કોઇ જોખમ જોડાયેલું નથી તે સંપૂર્ણ રીતે જોખમ રહિત છે.
કરવેરાની અસરો : આ યોજનામાં બચતો કે આવક પર કોઇ કરવેરાના લાભ મળતા નથી.
ખાતું ક્યાં ખોલાવવું ?
ખાતું કઇ રીતે ખોલાવવું ?
એકાઉન્ટ કઇ રીતે ચલાવવું ?
- તમારા ખાતામાં રકમ જમા કરાવવા માટે શરૂઆતની ખાતું ખોલાવવાની રકમ સાથે તમારે એક પે-ઇન સ્લિપની જરૂર પડશે.
- ચૂકવણી રોકડ કે ચેક દ્વારા થઇ શકે કે પછી PORDમાં માસિક પ્રિમિયમને તમારા પોસ્ટ ઓફિસ બચત ખાતામાંથી કરવાની સૂચના આપવાની રહેશે.
યાદ રાખવાના મુદ્દા :
- એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ખાતાનું સ્થળાંતર
- ખાતાની પાંચ વર્ષની મુદત
- પ્રથમ પાંચ વર્ષની મુદત પૂર્ણ થયા બાદ રિકરિંગ ડિપોઝિટ બીજા પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાની સુવિધા
- ડિફોલ્ટ ફી ભરીને ડિપોઝિટમાં ચારથી વધુ ડિફોલ્ટ ના થયા હોય તેવા ખાતાને બે મહિનાના સમયમાં નિયમિત કરી શકાય છે.
- ચારથી વધુ ડિફોલ્ટ બાદ ખાતું ચાલુ રહેતું નથી.
- વ્યાજની આવક કરપાત્ર છે અને કોઇ ટીડીએસ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી
- રૂ. 10ની રિકરિંગ ડિપોઝિટ પાંચ વર્ષ બાદ પાકતી મુદતે રૂ. 746.51 મેળવે છે.