મૂડીની સલામતિ : રિકરિંગ ડિપોઝિટમાં રહેલી મૂડી સંપૂર્ણ સલામત નથી. થોડા સમય અગાઉ સુધી તમામ બેન્ક ડિપોઝિટ ઇશ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગારન્ટી સ્કિમ ઓફ ઇન્ડિયા હેઠળ વીમા કવચ ધરાવતી હતી, જે હવે વૈકલ્પિક બનાવી દેવાયું છે અને તેના કારણે જો બેન્ક ડિપોઝિટોને વીમા રક્ષિત ના કરતી હોય તો તેને જોખમી બનાવી દે છે.
ફુગાવા સામે રક્ષણ : રિકરિંગ ફુગાવાથી રક્ષિત નથી, મતલબ કે જ્યારે ફુગાવો ડિપોઝિટના વ્યાજદરથી ઊંચો હોય ત્યારે તે કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. જોકે જ્યારે વ્યાજદર ફુગાવા કરતાં ઊંચો હોય ત્યારે તે વાસ્તવિક રીતે ઊંચું વળતર મેળવે છે.
ગેરેન્ટી : ડિપોઝિટની શરૂઆતના સમયે રિકરિંગ ડિપોઝિટની મુદત માટે વ્યાજદર ફિક્સ અને સુનિશ્ચિત કરવામાં આવે છે.
પ્રવાહિતા : જો ડિપોઝિટ ધારક એકાઉન્ટની અવધિ દરમિયાન ચૂકવણી ના કરી શકે તો પણ રિકરિંગ ડિપોઝિટ તરલ છે. શરતોને આધિન લોન તથા ઉપાડના સ્વરૂપમાં પ્રવાહિતા ઓફર કરવામાં આવે છે.
ક્રેડિટ રેટિંગ : રિકરિંગ ડિપોઝિટો કોઇ ક્રેડિટ રેટિંગ ધરાવતી નથી.
બહાર નીકળવાનો વિકલ્પ : મુદત પહેલાં ડિપોઝિટ બંધ કરવાના પગલાંને દંડ સાથે મંજૂરી આપવામાં આવે છે.*
અન્ય જોખમો :
- હયાત ડિપોઝિટ હોલ્ડરોને વ્યાજદરમાં બદલાવનું જોખમ રહેલું છે, જેમ કે તમે નીચા વ્યાજદરે લોક-ઇન કરાવ્યું હોય પરંતુ અર્થતંત્રના પરિબળોના કારણે બેન્ક પાછળથી ડિપોઝિટ પર ઊંચું વ્યાજ આપવાનું શરૂ કરે છે.
- તમે જે બેન્કમાં ડિપોઝિટ કરાવી છે તે બેન્ક પાસે ડિપોઝિટ વીમો તથા ક્રેડિટ ગારન્ટી ના હોય તો તમે મૂડી અને વ્યાજ ગૂમાવવાનું જોખમ ધરાવો છો.
- બેન્ક RD ખાતાને પાકતી મુદત પહેલાં બંધ કરવાની ખાસ સત્તા ધરાવે છે.
- ઓનલાઇન બેન્કિંગ સુવિધાના પગલે તમે રિકરિંગ ડિપોઝિટ શરૂ કરી શકો અને તમારા બચત ખાતામાંથી રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટમાં કોઇ મુશ્કેલી વગર નાણાં ટ્રાન્સફર કરીને કોઇ ડિફોલ્ટ વગર નિયમિત રીતે નાણાંની બચત કરી શકો છો.
- તમારી ડિપોઝિટના ખાતા, મુદત, વ્યાજ ચૂકવણી અને પાકતી મુદતનો નિર્ણય લેવામાં લવચિકતા
- પાકતી મુદતે રકમ આપોઆપ તમારા બેન્ક ખાતામાં ટ્રાન્સફર થઇ જાય છે.
કરવેરાની અસરો : આ ડિપોઝિટો પર કરવેરાનો કોઇ લાભ મળતો નથી અને પાકતી મુદતે મેળવેલા વ્યાજને આવકવેરાની ગણતરી વખતે અન્ય સ્ત્રોતોની આવક તરીકે ગણતરીમાં લેવાય છે.
ડિપોઝિટ ક્યાં શરૂ કરાવવી ?
ડિપોઝિટ કઇ રીતે ચાલુ કરાવવી ?
- ડિપોઝિટ શરૂ કરાવવા માટે બેન્કની શાખા પસંદ કરો
- એક વારસ પસંદ કરો અને સાક્ષીની સહી મેળવો
- KYC પૂર્ણ કરવામાં તમારા હાલના બેન્ક એકાઉન્ટને ગણતરીમાં લેવાય છે
ડિપોઝિટ કઇ રીતે ચલાવવી ?
- ડિપોઝિટ શરૂ કરાવવા માટે તમે તમારા હયાત બેન્ક બચત ખાતામાંથી બેન્કને એક ચેક આપી શકો છો. ભવિષ્યની ચૂકવણી તમારા એકાઉન્ટમાંથી સીધી આરડી એકાઉન્ટમાં થાય તેની સૂચના આપી શકો છો.
- ડિપોઝિટની ખાસિયતો સાથેની એક રિકરિંગ ડિપોઝિટ પાસબુક આપવામાં આવે છે.
- માસિક ડિપોઝિટ પર નજર રાખવા માટે પાસબુક અપડેટ કરાવવી જરૂરી છે.
મહત્ત્વના મુદ્દા