મૂડીની સલામતી : કંપની ફિક્સ્ડ ડિપોઝિટમાં રહેલી મૂડી સલામત નથી કારણ કે તે મોટાભાગની બેન્ક ડિપોઝિટની જેમ સુરક્ષિત નથી.
ફુગાવા સામે રક્ષણ : કંપની ડિપોઝિટ ફુગાવા સામે રક્ષિત નથી. મતલબ કે જ્યારે ફુગાવો ડિપોઝિટના વ્યાજદરથી ઊંચો હોય ત્યારે તે કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. જોકે જ્યારે વ્યાજદર ફુગાવા કરતાં ઊંચો હોય ત્યારે તે વાસ્તવિક રીતે ઊંચું વળતર મેળવે છે.
ગેરેન્ટી : કંપની જ્યાં સુધી ડિપોઝિટરોને ચૂકવણું કરી શકે ત્યાં સુધી કંપની ડિપોઝિટ પરનો વ્યાજદર ગારન્ટીડ છે. જોકે ઘણી કંપનીમાં ડિપોઝિટો વિલંબ માટે તથા ચૂકવણીમાં ડિફોલ્ટ માટે જાણીતી છે.
પ્રવાહિતા : ડિપોઝિટો માટે અગાઉથી નિશ્ચિત કરવામાં આવેલો લોક-ઇન સમય હોવા છતાં કંપની ડિપોઝિટો પ્રવાહી છે. શરતોને આધિન ઉપાડના સ્વરૂપમાં પ્રવાહિતા આપવામાં આવે છે.
ક્રેડિટ રેટિંગ : કંપની ડિપોઝિટ ક્રેડિટ રેટિંગ ધરાવતી હોય તે ઇચ્છનીય છે, જે તેઓ ક્રિસિલ, કેર કે ઇકરા જેવી કોઇપણ ક્રેડિટ રેટિંગ એજન્સી પાસેથી મેળવી શકે છે. જેથી કરીને રોકાણકારો કંપનીની આર્થિક સધ્ધરતાને પારદર્શક રીતે મુલ્યાંકન કરી શકે છે.
બહાર નિકળવાના વિકલ્પો
અન્ય જોખમો : આ પ્રોડક્ટ્સમાં બચત જોખમી હોય છે કારણ કે ડિપોઝિટ રક્ષિત નથી હોતી.
કરની અસરો : કંપની ડિપોઝિટમાં મૂકેલી રકમ કે તેના પર મેળવેલું વ્યાજ કોઇપણ પ્રકારની કર રાહતને પાત્ર નથી. વાર્ષિક ધોરણે ડિપોઝિટ પર મેળવેલું વ્યાજ કુલ આવકમાં અન્ય સ્ત્રોતની આવકો માં ગણવામાં આવે છે અને તે મુજબ કર લાગુ પડે છે
ઓનલાઇન પ્રાપ્તિ : મોટાભાગની કંપની ડિપોઝિટો ઓફલાઇન ઓફર કરવામાં આવે છે, સિવાય કે તે બ્રોકિંગ એકાઉન્ટ દ્વારા ઓનલાઇન વેચવામાં આવે.
ડિપોઝિટ ક્યાં શરૂ કરાવવી ?
- ડિપોઝિટ ઓફર કરતી કંપની પાસે સીધા જ કે પછી તેનું વેચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટરો પાસે ડિપોઝિટ કરાવી શકાય છે.
કઇ રીતે ખરીદવી ?
- કંપની પાસેથી મળતું ડિપોઝિટ અરજીનું ફોર્મ ભરવાનું રહે છે.
- ખરીદી વખતે ચકાસણીના હેતુસર ઓળખના અસલ પુરાવા સાથે રાખો.
- તમે રોકડ, ચેક, કે પછી કંપનીની ફેવરના અથવા નિશ્ચિત સંસ્થાની ફેવરના ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો.
યાદ રાખવા જેવી બાબતોઃ
- કંપની ડિપોઝિટો જોખમી છે.
- જો નાણાકીય વર્ષમાં વ્યાજ રૂ. 5,000થી વધુ હોય તો જ TDS લાગે છે
- વ્યાજની આવક માસિક, ત્રિમાસિક, છ-માસિક કે વાર્ષિક રીતે ઉપલબ્ધ હોય છે