મૂડીની સલામતિ : બેન્કની ડિપોઝિટમાં મૂકેલી મૂડી સંપૂર્ણ સલામત નથી. થોડા સમય અગાઉ સુધી તમામ ડિપોઝિટ ઇશ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગારન્ટી સ્કિમ ઓફ ઇન્ડિયા હેઠળ વીમા કવચ ધરાવતી હતી, જે હવે વૈકલ્પિક બનાવી દેવાયું છે અને તેના કારણે જો બેન્ક ડિપોઝિટોને વીમા રક્ષિત ના કરતી હોય તો તેને જોખમી બનાવી દે છે.
ફુગાવા સામે રક્ષણ : ડિપોઝિટ ફુગાવાથી રક્ષિત નથી, મતલબ કે જ્યારે ફુગાવો ડિપોઝિટના વ્યાજદરથી ઊંચો હોય ત્યારે તે કોઇ વાસ્તવિક વળતર મેળવતી નથી. જોકે જ્યારે વ્યાજદર ફુગાવા કરતાં ઊંચો હોય ત્યારે તે વાસ્તવિક રીતે ઊંચું વળતર મેળવે છે.
ગેરેન્ટી : ડિપોઝિટની શરૂઆતના સમયે ડિપોઝિટની મુદત માટે વ્યાજદર ફિક્સ અને સુનિશ્ચિત કરવામાં આવે છે.
પ્રવાહિતા : ડિપોઝિટની મુદત દરમિયાન લોક-ઇન હોવા છતાં બેન્ક ડિપોઝિટ પ્રવાહી છે. શરતોને આધિન લોન તથા ઉપાડના સ્વરૂપમાં પ્રવાહિતા આપવામાં આવે છે.
ક્રિડિટ રેટિંગ : બેન્ક ડિપોઝિટને કોઇ ક્રેડિટ રેટિંગ હોતું નથી.
બહાર નિકળવાનો વિકલ્પ: દંડ સાથે ડિપોઝિટને વહેલાં બંધ કરાવવાની મંજૂરી આપવામાં આવે છે. હવે દંડ સિવાય ઉપાડી શકાય તેવા વિકલ્પો ઘણી બેંકો દ્વારા પુરા પાડવામાં આવી રહ્યા છે
અન્ય જોખમો : (1) હયાત ડિપોઝિટ હોલ્ડરોને વ્યાજદરમાં બદલાવનું જોખમ રહેલું છે, જેમ કે તમે નીચા વ્યાજદરે લોક-ઇન કરાવ્યું હોય પરંતુ અર્થતંત્રના પરિબળોના કારણે બેન્ક પાછળથી ડિપોઝિટ પર ઊંચું વ્યાજ આપવાનું શરૂ કરે છે. (2) તમે જે બેન્કમાં ડિપોઝિટ કરાવી છે તે બેન્ક પાસે ડિપોઝિટ વીમો તથા ક્રેડિટ ગારન્ટી ના હોય તો તમે મૂડી અને વ્યાજ ગૂમાવવાનું જોખમ ધરાવો છો. ભારતમાં ઘણી કો-ઓપરેટીવ બેન્કોના ખાતા ધારકોને ઉપરોક્ત પરિસ્થિતિથી પીડિત થયા છે
કરવેરાની અસરો : શિડ્યૂલ્ડમાં પાંચ વર્ષની મુદત માટે ડિપોઝિટમાં રોકેલી રકમ સેક્શન 80સી હેઠળ કર કપાતને પાત્ર છે. જોકે ડિપોઝિટ પર મળેલું વ્યાજ કરપાત્ર છે.
વિવિધ પ્રકારની બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ્સ
- ફિક્સ્ડ ડિપોઝિટ : આ પ્રકારની ડિપોઝિટમાં મુદત અને એ મુદત માટેનો વ્યાજદર ફિક્સ હોય છે.
- રિકરિંગ ડિપોઝિટ : આ પ્રકારની ડિપોઝિટમાં, બેન્ક ખાતા ધારકો દર મહીને નિયત તારીખ સુધીમાં ચોક્કસ રકમ જમા કરાવે છે. ડિપોઝિટની મુદત માટે વ્યાજદર અને તે જ રીતે માસિક હપ્તાની સંખ્યા નિશ્ચિત હોય છે
- સિક્યોરિટી ડિપોઝિટ : આ ડિપોઝિટ કર્મચારી દ્વારા કરવામાં આવે છે અને તે તેના નોકરીદાતાની મંજૂરી વગર આ પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ ઉપાડી શકતો નથી. જો કર્મચારી નક્કી કરાયેલી સમય-મર્યાદા પહેલાં સંસ્થા છોડી જાય તો કંપની પાસે એફડી પરનો હક રહે છે
- કર-બચત ફિક્સ્ડ ડિપોઝિટ : સેક્શન 80સી હેઠળ પાંચ વર્ષની લોક-ઇન ડિપોઝિટ કર લાભ ધરાવે છે
ડિપોઝિટ ક્યાં શરૂ કરાવવી ?
ડિપોઝિટ કઇ રીતે ચાલુ કરવી ?
- ડિપોઝટ શરૂ કરાવવા માટે બેન્કની શાખા પસંદ કરો
- નોમિની પસંદ કરો અને એક સાક્ષીની સહી લો
- KYC કોમ્પ્લાયન્ટ તરીકે તમારું બેન્ક એકાઉન્ટ ગણતરીમાં લેવાય છે
ડિપોઝિટ કઇ રીતે ઓપરેટ કરવી ?
- ડિપોઝિટ શરૂ કરવા માટે તમે બેન્કને તમારા હયાત સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમાંથી ચેક આપી શકો છો
- ડિપોઝિટની વિગતો સાથે ડિપોઝિટની પહોંચ કે પ્રમાણપત્ર આપવામાં આવે છે