તમે કદાચ બેંકમાં બચત ખાતું ધરાવતા હોવ પરંતુ એવી શક્યતા છે કે બેન્કિંગની તમારા નાણા પરની અસર બાબતે તમે વિચાર ના કર્યો હોય. વિવિધ પ્રકારના સેવિંગ બેન્ક એકાઉન્ટ વિશે જ્ઞાન મેળવવાથી તમે નાણાં બચાવી શકો છો.
હાલના સમયમાં બેન્ક એકાઉન્ટ વગર રહેવું મુશ્કેલ છે. અર્થતંત્રને ધબકતું રાખવા બેન્કો આવશ્યક છે. તમે ઘર કે કાર ખરીદી શકો તે માટે બેન્કો લોન ઓફર કરે છે અને તમે જે ચીજ-વસ્તુ ખરીદવા માંગો છો તેના માટે ડેબિટકાર્ડ ઇશ્યૂ કરે છે. જો કે તમે કદાચ એ નહીં જાણતા હો કે સમજદારીપૂર્વકબેન્કિંગથી તમે નાણાં બચાવી
શકો છો. આ પ્રકરણ વિવિધ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ વિશે સમજાવશે જેનીચેઉપલબ્ધ છે. બેન્ક એકાઉન્ટ એ એક બેન્કિંગ સંસ્થા સાથેનું નાણાકીય ખાતું છે જે તમારા
(ખાતાધારક) તથા બેન્ક વચ્ચેના નાણાકીય વ્યવહાર નોંધે છે. બેન્ક ખાતાનો હેતુ બચતને પ્રોત્સાહિત કરવાનો તથા નાણાકીય સોદાઓને બેન્કિંગ નેટવર્કમાં લાવવાનો છે. એવા અનેક પ્રકારના બેન્ક એકાઉન્ટ છે જે તમે તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી શકો છો, જેમ કે, એક પગારદાર વ્યક્તિને સેવિંગ્સ બેન્ક એકાઉન્ટની જરૂર પડશે તેની સરખામણીએ એક વેપારી કરન્ટ એકાઉન્ટ પસંદ કરશે.
સેવિંગ બેંક એકાઉન્ટ (બચત ખાતુ) : સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ લોકોમાં બચતની આદત વધારવા અને તેમને જ્યારે તેમના ભંડોળની જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવાનામુખ્યઉદ્દેશ્ય ધરાવે છે. સેવિંગ્સ બેન્ક એકાઉન્ટના મુખ્ય ફાયદા તેની ઊંચી પ્રવાહિતા, સલામતિ તથા બચત પર સાધારણ વ્યાજસાથે આવક આપેછે.
મૂડી રક્ષણ: સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમાં રેહલી મૂડી સંપૂર્ણ સલામત નથી. એકાઉન્ટમાં રહેલું બેલેન્સ, મેળવેલા વ્યાજ સહિત, મહત્તમ રૂ. એક લાખ સુધી જ વીમારક્ષિત છે. તમામ કોમર્શિયલ બેન્કો, વિદેશી બેન્કોની ભારતમાં કાર્યરત શાખાઓ, સ્થાનિક વિસ્તાર બેન્કો તથા રિજનલ ગ્રામીણ બેન્કો માટે આ રકમ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટીકોર્પોરેશન(DICGC)દ્વારા વીમારક્ષિત છે. સહકારી બેન્કોના કિસ્સામાં, તમારે એ તપાસ કરવી પડશે કે તે ડીઆઇસીજીસી હેઠળ રક્ષિત છે કે કેમ કારણ કે જો કોઇ બેન્ક વીમા યોજના માટે સતત ત્રણ વર્ષ સુધી પ્રિમિયમ ના ચૂકવે તો તેનું વીમાકવચ સમાપ્ત થઇ જાય છે.
ફુગાવા સામે રક્ષણ: સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ ફુગાવા સામે રક્ષણ આપતું નથી, જેનો મતલબ એમ થાય કે જ્યારે પણ ફુગાવો સેવિંગસ્ બેન્ક એકાઉન્ટના વ્યાજદર કરતાં ઊંચો હોય ત્યારે એકાઉન્ટ કોઇનક્કરવાસ્તવિક વળતર આપતું નથી.
બાંયધરી-જામીન: સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમાં પ્રથમ રૂ. 1 લાખના બેલેન્સ સુધી વ્યાજદરની બાંયધરી હોય છે. આ દર બેન્ક દીઠ અલગ-અલગ છે કારણ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 25 ઓક્ટોબર 2011ના રોજ સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ દર અનિયંત્રિત કર્યા છે. બેન્કો હવે સેવિંગ્સ બેન્ક એકાઉન્ટના બેલેન્સ પરનો વ્યાજદર નક્કી કરવા સ્વતંત્ર છે, જે એક એકાઉન્ટમાં રૂ. 1 લાખ સુધી તમામ એકાઉન્ટ માટે સમાન હોવા જોઇએ પરંતુ ઊંચા બેલેન્સમાં અલગ હોઇ શકે છે.
પ્રવાહિતા: સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ ઊંચી પ્રવાહિતા ધરાવે છે અને વ્યક્તિ એકાઉન્ટમાંથી બેન્કિંગ કલાકો દરમિયાન રોકડ ઉપાડી શકે છે. આજે, મોટાભાગની બેન્કો બચતખાતા ધારકને ઓંટોમેટીકટેલર મશીન (ATM)ની સુવિધા આપે છે. એટીએમદિવસના24 કલાકમાંએકવારનિયત કરેલી મહત્તમ રકમઉપાડની સુવિધા આપે છે, જે દરેક બેન્કમાં અલગ હોય છે અને એકાઉન્ટના પ્રકાર પર આધારિત હોય છે. જ્યારે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સુવિધા દ્વારા ચૂકવણીના સોદા સપ્તાહના દિવસો દરમિયાન 9.00 થી 4:30સુધી શક્ય છે જ્યારે શનિવારે 9.00થી1.30સુધી શક્ય છે.
બહાર નિકળવાના વિકલ્પો: તમે કોઇપણ દિવસે બેન્કિંગ કલાકો દરમિયાન બેન્ક એકાઉન્ટ બંધ કરાવી શકો છો.
અન્ય જોખમો : એક એકાઉન્ટમાં રૂ. 1 લાખથી ઉપરનું વ્યાજ સહિતના બેલેન્સ પર બેન્ક ફડચામાં જાય તો જોખમ રહેલું છે.
કર અસરો: વર્ષ 2012-13થી સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમાં રૂ. 10,000 પ્રતિ વર્ષ સુધીનું વ્યાજ કરમુક્ત છે. આ મર્યાદાથી ઉપરની વ્યાજની રકમને આવક ગણવામાં આવે છે અને તેમુજબ તેના પર કર લાગે છે.મેળવેલું વ્યાજ ‘અન્ય સ્ત્રોતોથી આવક‘ના મથાળા હેઠળ કરપાત્ર છે.
શું ઓનલાઇન બેન્કિંગ સલામત છે?
ઓનલાઇન બેન્કિંગ સલામતિને બહુ મહત્ત્વ આપે છે અને ખાતાધારકોને હેકરર્સ તથા અન્ય સલામતિને લગતા જોખમોથી રક્ષણ આપવા એન્ક્રિપ્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. જોકે તમારે બેન્કનો આંધળોવિશ્વાસકરવોજોઇએ નહીં.બેન્કની વેબસાઇટનો અભ્યાસ કરો અને તે કઇ સલામતિની જોગવાઇઓ આપે છે તેપ્રથમજાણો. ઓનલાઇન બેન્કિંગ પાસવર્ડ્ પર કાર્ય કરે છે અને સલામતિની જવાબદારી આંશિક રીતે તમારી રહે છે.
શું ઓનલાઇન બેન્કિંગ સુવિધા તમારા માટે છે?
- તે સોથી વધુ લાભદાયક છે.
- તમે ઓનલાઇન એક્સેસ ધરાવો છો
- તમે દર મહિનેધણાબિલનીચૂકવણી કરોશકોછો. ઓનલાઇન બેન્કિંગ ચેક લખવાનો તમારો સમય અને તેની સાથે સંકળાયેલા ખર્ચ બચાવીશકોછે.
- તમે તમારા ખર્ચ પર નજર રાખી શકો છો અને તમારું નાણાકીય આયોજન વધારે કાળજીપૂર્વક અને સમયસરકરી શકો છો.
તે કઇ રીતે કામ કરે છે?
તમામ બેન્કોની વેબસાઇટ અલગ હોય છે પરંતુ તમારો નાણા-વ્યવહાર ઓનલાઇન સંભાળવો એટલો સરળ છે કે બેન્કની વેબસાઇટ પર લોગિગ કરો અને તમારું યુઝર આઇડી તથા પાસવર્ડ દાખલ કરીને તમે શરૂ કરી શકો છો. સાઇટ ત્યારબાદ તમે જે પગલું લેવા માંગો છો તેનું માર્ગદર્શન આપશે, પછી તે આપણાં ખાતાના સોદાનો ઇતિહાસ હોય, ચેકબુક માટેની વિનંતિ હોય, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, સ્ટોપ પેમેન્ટ વિનંતિ હોય કે પછી તમે ઇચ્છતા હોય તેવી કોઇપણ બેન્કિંગ સુવિધા હોય.
કોઇપણ જગ્યાએ બેન્કિંગ
મોબાઇલનાઆગમને આપણા જીવનને અભૂતપૂર્વ અસર કરી છે. ખાતાધારકો તેમના ખાતાની માહિતી મોબાઇલ ડિવાઇસ પર મેળવી શકે તે સુવિધાને બેન્કો અગાઉ ક્યારેયનહોતી તેટલી સરળ બનાવી રહી છે. કેટલીક બેન્કો લોકોને ક્યાંયથી પણ તેમના ખાતા સુધી પહોંચી શકે તે માટે નવી સેવાઓ આપી રહી છે અથવા હયાત સેવાઓને સુધારી રહીછે. તમે બેન્કમાં રજિસ્ટર કરવામાં આવેલા તમારા મોબાઇલ ફોન દ્વારા તમારા ખાતા સુધી પહોંચી શકો છો. મોબાઇલ બેન્કિંગમાં ઓફર કરવામાં આવતા ફિચર બે પ્રકારના હોય છે, જેમાં તમારી બેન્ક તમને મોબાઇલ અપડેટ મોકલે છે, જ્યારે બીજો પ્રકાર બે-તરફી સેવા છે, જેમાં તમે બેન્કને કોઇ વિનંતિ મોકલો છો અને બેન્ક તે મળી હોવાનું કબૂલે છે.
બદલાતી ટેક્નોલોજી તથા સારા મોબાઇલ હેન્ડસેટ્સના પગલે બેન્કો મોબાઇલ બેન્કિંગ ક્રિયાઓ માટે સોફ્ટવેર બનાવી રહી છે જે બેન્કિંગની નવી બારી ખોલશે. ઇન્ટર-બેન્ક મોબાઇલ પેમેન્ટ સર્વિસીસ (IMPS) દ્વારા તમે તમારા ખાતામાંથી નાણાં બીજા ખાતામાં મોકલી શકો છો, જો જેમાં નાણાં મોકલાઇ રહ્યા છે તે ખાતું પણ IMPS ધરાવતું હોય. હાલમાં IMPSસોદાઓ પ્રતિ એકાઉન્ટ પ્રતિ દિવસ રૂ. 50,000 સુધી મર્યાદા ધરાવે છે.
નાણાં ટ્રાન્સફર કરવા માટે IMPS કઇ રીતે કાર્ય કરે છે ?
- મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે તમારું ખાતું તમારી બેન્કમાં નોંધાવો
- તમારી બેન્ક પાસેથી મોબાઇલ પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર (MPIN)અને મોબાઇલ મનિ આઇડેન્ટિટી નંબર (MMID) મેળવો.
- તમારા ફોનમાં મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કાર્યરત કરો.
- ફંડ ટ્રાન્સફર કરવા માટે મોબાઇલ બેન્કંગ મેનુનો ઉપયોગ કરો.
- તમારા ખાતામાંથી ડેબિટ થયાની પુષ્ટિ કરતો SMSતમારા ફોનમાં ચકાસો.
નાણાં મેળવવા માટે IMPS કઇ રીતે કાર્ય કરે છે ?
- મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે તમારું ખાતું તમારી બેન્કમાં નોંધાવો.
- તમારી બેન્ક પાસેથી MMIDમેળવો.
- નાણાં મોકલનારને તમારો MMID તથા મોબાઇલ નંબર આપો.
- તમારા ખાતામાં નાણાં જમા થયા હોવાની પુષ્ટિ કરતો SMSચકાસો.
ઉપલબ્ધ હોય તેવા વિવિધ પ્રકારના બચતખાતા :
(1) નો ફ્રિલ્સ:
- આ એકાઉન્ટ એવા લોકો માટે છે જેઓ મર્યાદિત રોકડપ્રવાહ ધરાવે છે.
- આ ખાતું તમને લઘુત્તમ ઝીરો બેલેન્સની છૂટ આપે છે.
- લઘુત્તમ કે સરેરાશ બેલેન્સ માટે કરાર હોય છે.
(2) સેલેરી એકાઉન્ટ:
- આ એકાઉન્ટ ખાસ બેન્ક સાથે બેન્કિંગ કરતી કંપનીઓના કર્મચારીઓને માટે હોય છે.
- આ ખાતું વિવિધ છૂટછાટ, જેવી કે લઘુત્તમ બેલેન્સ જાળવવું, ઉપાડની સંખ્યા, વધારાનીચેકબુકની સુવિધા આપે છે અને મોટાભાગના કિસ્સામાં મફતATMકમ ડેબિટ કાર્ડ જેવાસેવાઆપે છે.
- વ્યક્તિ કોઇ વધારાના ખર્ચ વગર મલ્ટિ-સિટી ચેક આપી શકે છે.
(3) સ્વીપઇનઅથવામલ્ટિપ્લાયરએકાઉન્ટ:
- આ ખાતામાં બચત ખાતાની તરલતા તથા ફિક્સ્ડ ડિપોઝિટનું ઊંચું વ્યાજ મળે છે જે ફિક્સ્ડ ડિપોઝિટ સાથે લિંક્ડ બચત ખાતા દ્વારા પ્રાપ્ત થાય છે.
- આ ખાતામાં રહેલી બેલેન્સ ક્યારેય વ્યાજરહીત નથી રહેતી. તમારા બચત ખાતામાં રહેલી સરપ્લસ મૂડી ફિક્સ્ડ ડિપોઝિટમાં ફેરવાઈ જાય છે જેમાં બેન્ક દ્વારા નક્કી કરવામાં આવેલી લઘુત્તમ રકમ બેલેન્સમાં રહે છે. તેમાં એક વર્ષ અથવા વધુ ગાળો હોય છે જે આપવામાં આવેલી સૂચના પ્રમાણે હોય છે અને મહત્તમ વળતર આપે છે.
- આ ખાતું મહત્તમ તરલતા પણ આપે છે. તમામ લિંક્ડ ફિક્સ્ડ ડિપોઝિટ ચોક્કસ બેન્ક દ્વારા નક્કી કરવામાં આવ્યા પ્રમાણે જ્યારે બચત ખાતાની રકમ ચોક્કસ લઘુત્તમ રકમથી નીચે જાય ત્યારે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ (LIFO) પધ્ધતિના આધારે ઓટોમેટિક રિવર્સ સ્વીપની સુવિધા ધરાવે છે. આ રીતે રિવર્સ કરવામાં આવેલી રકમ પર રિવર્સના સમયગાળા માટે લાગુ પડતું વ્યાજ મળે છે.
- બેન્કોએ વિવિધ જૂથને સુગમ રહે તે રીતે કેટલાક ખાતા રચ્યા છે જેમાં નીચેના જૂથને ઉપયોગી બને તેવી વિશેષતાઓ હોય છે.
- પ્રિવિલેજ બેન્કિંગઃ તેમાં ચોક્કસ ફી લઈને અથવા ઊંચી લઘુત્તમ બેલેન્સ દ્વારા વધારાની સેવા ઓફર કરવામાં આવે છે.
- ચિલ્ડ્રન્સ એકાઉન્ટઃ આ ખાતા બાળકોને લક્ષ્યમાં રાખીને હોય છે. તેમાં વાલી અથવા માતા-પિતા ચોક્કસ પૂર્વશરતોને આધિન રહી ખાતાનું સંચાલન કરી શકે છે.
- 60 વર્ષથી ઉપરના લોકો માટેનું આ એકાઉન્ટ બેન્ક બ્રાન્ચમાં ખાસ કાઉન્ટર્સની સુવિધાની પહોંચ આપે છે ઉપરાંત ડિપોઝિટ પર વધારાનું વ્યાજ તથા બેલેન્સ જાળવવાની જરૂરિયાત ઓછી હોય છે કે સાવ નથી હોતી.
ખાતું ક્યાં ખોલાવવું ?
- તમે કોઇપણ રાષ્ટ્રીયકૃત, ખાનગી ક્ષેત્રની કે વિદેશી બેન્કતેમજ કૉ-ઓપરેટીવ બેંકમાં પણખાતું ખોલાવી શકો છો..
ખાતુ કઇ રીતે ખોલવું ?
- તમે ખાતુ ખોલાવવા માટે બેન્ક પસંદ કરો ત્યારબાદ તમારે નીચે મુજબના દસ્તાવેજો જોઇશે:
- એક એકાઉન્ટઓપનિંગ ફોર્મ, જે બેન્ક પૂરું પાડશે
- પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ
- સરનામા તથા ઓળખના પૂરાવા જેવા કે પાસપોર્ટ, પેન કાર્ડની કોપી કે પછી આવકવેરા કાયદા 1962 મુજબ ફોર્મ નંબર 60 કે 61માં ડિક્લેરેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાતા ઓળખકાર્ડ કે રેશન કાર્ડની કોપી.
- એકાઉન્ટ ખોલાવતી વખતે ઓળખના અસલ પૂરાવા ચકાસણી માટે સાથે રાખો.
- આજના સમયમાં, તમે બેન્કની શાખામાં ગયા વગર પણ ઓનલાઇન ખાતુ ખોલાવી શકો છો..
ખાતુ ચલાવવું કઇ રીતે?
- તમારા ખાતામાં જમા કરાવવાની શરૂઆતની રકમ સાથે તમારે એક પે-ઇન સ્લિપની જરૂર પડે છે.
- તમે તમારા ફોટો સાથેની એક સેવિંગ બેન્ક પાસબુક મેળવો છો જેમાં નોમિની (વારસદાર)નું નામ પણ લખેલું હોય છે. જોકે કેટલીક બેન્કો, ખાસ કરીને ખાનગી અને વિદેશી બેન્કો પાસબુક આપતી નથી અને તેના બદલે એકાઉન્ટ સ્ટેટમેન્ટ મોકલે છે. જોકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા નિયમ મુજબ બચત ખાતાના ખાતેદારો કોઈ પણ બેંક પાસે પાસબુકની માંગણી કરી શકે છે, અને તે ખાતેદારનો અબાધિત હક છે.
સોદાના પ્રકાર
- રોકડ, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, મની ટ્રાન્સફર અને ઇસીએસ યાદ રાખવા જેવા મુદ્દા
- લઘુત્તમ નિશ્ચિત રકમ કરતાં બેલેન્સ ઘટે ત્યારે થતા દંડ
- ચેક રિટર્ન થાય ત્યારે થતો દંડ
- ઓફર કરવામાં આવતી કલેક્શન સુવિધાઓ અને તેના પર લાગતો ખર્ચ
- ચેક બુક્સ આપવાના ખર્ચની વિગતો, જો હોય તો અને ઉપાડની સંખ્યા પરની મર્યાદા તથા રોકડ વ્યવહારો જેમ કે નાણાં ઉપાડવા અને મીકવા સમયે લાગતો ખર્ચ