સામાન્ય રીતે ભારતમાં એવી માન્યતા પ્રવર્તે છે કે શેરબજાર એટલે સટ્ટો, જુગાર અથવા તો તેજી મદી કરવા માટેનું સ્થળ, શેરબજારમાં જે કઈ પણ ધંધો થાય તે બધો સામાન્ય રીતે સટ્ટો જ કેહવાય છે, મોટા ભાગના લોકો શેરબજારને સટ્ટાબજાર તરીકે જ ઓળખે છે, ઉપરોક્ત માન્યતા ખરેખર ભૂલ ભરેલી છે. ખરી રીતે સાચા અર્થમાં કહીએ તો શેરબજાર એટલે મૂડી રોકાણ માટેનું એક ઉત્તમ સ્થળ કહી સકાય જ્યાં આગળ સામાન્ય થી લઇને મોટા દરજ્જાના માણસો જો આયોજન પૂર્વક વ્યવસ્થિત રીતે પોતાનું રોકાણ કરે તો ફુગાવા સામે રક્ષણ મેળવીને મોટી સંપતિનું સર્જન કરી શકે છે.

શેરબજારમાં રોકાણ માટે “શેર”ના પ્રમાણમાં રોકાણ કરવાનું હોય છે. “શેર” શબ્દની સરળ વ્યાખ્યા આપવાની હોય તો કહી શકાય કે કોઈ કંપની નાણા ઉભા કરવા માટે કોઈ વ્યક્તિને કંપનીમાં ભાગીદાર બનાવવા “શેર” (ભાગ) આપે તેને “શેર” કહે છે. આ શેર ધરાવનાર વ્યક્તિ કંપનીની મિલકતોના તેના ભાગના રોકાણ પ્રમાણેનો સમાંતર હિસ્સા નો ભાગીદાર બન્યો કેહવાય. સમય જતા તેની જરૂરિયાત પ્રમાણે તેના હિસ્સાને શેરબજારમાં વેચી તે તેના એકલા નાણા ઉભા કરી શકે છે.

ભારતમાં અર્થતંત્ર તથા મૂડીબજારના વિકાસમાં શેરબજારોનું વ્યાપક તથા મહત્વનું યોગદાન રહ્યું છે.

હાલમાં ભારતમાં શેરબજારનું ટ્રેડીંગ કરવા માટે ત્રણ શેરબજાર(સ્ટોક એક્ષચેન્જ) કાર્યરત છે, જેમનાં નામ નીચે પ્રમાણે છે.

ક્રમ

એક્ષચેન્જનું નામ

ટૂંકું નામ

સ્થાપના વર્ષ

સૂચકાંક

બોમ્બે સ્ટોક એક્ષચેન્જ

BSE

1875

SENSEX

નેશનલ સ્ટોક એક્ષચેન્જ

NSE

1992

NIFTY

MCX સ્ટોક એક્ષચેન્જ લિમિટેડ

MCX-SX

2008

SX40

ઉપરોકત ત્રણેય એક્ષચેન્જમાંથી એશિયાના સૌથી જુના શેરબજાર બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)ની સ્થાપના 1875માં થઇ હતી તે પેહલા એટલે કે 1851 થી 1875 સુધી અન -ઓર્ગેનાઈઝ રીતે શેરના સોદા થતા હતા. ઉપરોક્ત ગાળાની વાત કરીએ તો મુંબઈમાં આજે હોર્નીમેન સર્કલ આવેલું છે ત્યાં એક ઝાડ નીચે બેસીને શેરબજાર તથા રૂના સોદા થતા હતા.

ત્યાર બાદ જેમ જેમ શેર દલાલોની સંખ્યા વધતી ગઈ અને આ જગ્યા નાની પાડવા લાગી, આથી ફ્લોરાફાઉન્ટન નજીક આજે જ્યાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા આવી છે તે જગ્યાની આસપાસ ચારેક વિશાળ વૃક્ષો હતાં, ત્યાં શેરદલાલોએ ભેગા થઇને અનેક અડચણોની વચ્ચે તેમનો ધંધો વિકસાવ્યો. જેમ જેમ ધંધો વિકસતો ગયો તેમ તેમ શેરદલાલોની એક યોગ્ય માળખાની જરૂરિયાત ઉભી થઇ અને તે વખતે તમામ શેરદલાલોએ ભેગા થઇ 9મી જુલાઈ 1875ના દિવસે ‘‘ધી નેટીવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએસન’’ નામની સંસ્થાની રચના કરી અને તેના પ્રમુખ તરીકે શ્રી ચુનીલાલ મોતીલાલની નિમણુક કરી અને તેઓ શ્રીનું 20 વર્ષ પછી 1895માં તેમનું થતા નવા પ્રમુખની ચુટણી થઇ અને ત્યાર બાદ ઉપરોક્ત સંસ્થાનું નામ બદલીને “ધી બોમ્બે સ્ટોક એક્ષચેન્જ”(BSE) કરવામાં આવ્યું.

આજે આ શેરબજાર વામનમાંથી વિરાટ બની ચુક્યું છે અને દુનિયાના ઉત્તમ શેરબજારોમાં તેની ગણતરી થાય છે.

સ્ટોક અને ઇક્વિટી અંગે જાણવા જેવી પાયાની બાબતો

સ્ટોક એ બિઝનેસની માલિકીમાં વાસ્તવિક હિસ્સો છે. તમે કોઈ કંપનીના એકસો શેર ખરીદો જેની માલિકી એક કરોડ શેરમાં વિભાજિત હોય, તો તમે તે કંપનીના એક લાખમા ભાગની માલિકી મેળવો છો. આટલો હિસ્સો પ્રમાણમાં બહુ નાનો કહેવાય તેથી કંપનીના સંચાલનમાં તમને કોઈ અધિકાર મળતો નથી, પરંતુ તમે તેની માલિકીમાંથી નાણાકીય લાભ મેળવી શકો છો.


રોકાણના હેતુઓ અને જોખમો :

શેરની માલિકીમાંથી લાભ મેળવવાના બે રસ્તા છેઃ

મૂડી લાભ: 

તમે જે ભાવે શેર ખરીદ્યો હોય તેના કરતા ઊંચા ભાવે વેચીને નફો કરવો.

ડિવિડન્ડ: 

કંપનીના નફાનો એક હિસ્સો જે કંપની દ્વારા વિતરીત કરવામાં આવે છે.
મોટા ભાગના રોકાણકારો કેપિટલ ગેઇનનો મુખ્ય ઉદ્દેશ ધરાવતા હોય છે જ્યારે ડિવિડન્ડ માત્ર ટેકાની ભૂમિકા ભજવે છે. આ પુસ્તકમાં તમને રોકાણની માહિતી આપતા જેટલા પ્રકરણો છે તેમાંથી સ્ટોક સૌથી વધારે જોખમ ધરાવે છે અને ઊંચું વળતર આપવાની ક્ષમતા પણ સૌથી વધુ હોય છે.

મૂડીરક્ષણ :

શેરમાં રોકાણ કરતી વખતે કોઈ મૂડીરક્ષણ મળતું નથી.

ફુગાવા સામે રક્ષણ :

શેરોમાં રોકાણ કરવાથી ફુગાવા સામે રક્ષણ મળવાની કોઈ ખાતરી નથી. જોકે, લાંબા ગાળે અન્ય કોઈ પણ રોકાણના સાધનની સરખામણીમાં શેર ફુગાવાને વધુ સારી રીતે ટક્કર આપી શકે છે.

ગેરેન્ટી :

શેરમાં રોકાણમાં કોઈ ગેરંટી મળતી નથી.

ક્રેડિટ રેટિંગ :

શેરો માટે કોઈ સત્તાવાર ક્રેડિટ રેટિંગ હોતું નથી.

ક્યાં અને કઈ રીતે રોકાણ કરવું ?.

શેરમાં તમામ પ્રકારનું ટ્રેડિંગ શેરદલાલ મારફત થાય છે. વાસ્તવિક ટ્રેડિંગ એક સ્ટોક એક્સ્ચેન્જ દ્વારા થાય છે અને શેરદલાલ તેનો સભ્ય હોય છે. ભારતમાં વ્યવહારુ હેતુથી માત્ર ત્રણ સ્ટોક એક્સ્ચેન્જ છે. BSE (બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ), NSE (નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ), અને MCX સ્ટોક એક્ષચેન્જ લિમિટેડ.જેમાં કમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ હોય છે અને તમામ ટ્રેડિંગ કમ્પ્યુટર મારફત થાય છે.

કઈ રીતે નીકળવું ?

શેર વેચવાનો વ્યવહાર પણ તમારા શેરદલાલ મારફત કરવામાં આવે છે. તમે શેર વેચો ત્યાર બાદ સોદાના બે દિવસ પછી તમારા ખાતામાં નાણાં જમા થઈ જશે.

ટેક્સ :

તમે શેર પર જે ડિવિડન્ડની આવક મેળવો તેના પર ટેક્સ લાગતો નથી.
તમે એક વર્ષ કરતા ઓછા ગાળામાં શેર વેચીને કેપિટલ ગેઇન કરો તો તેના પર 15 ટકા ટેક્સ લાગુ થાય છે.
તમે એક વર્ષ કરતા વધુ સમય સુધી રોકાણ જાળવીને ત્યાર બાદ શેર વેચો તો કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી.