મ્યુચ્યુઅલ ફંડ અલગ અલગ પ્રકારના હોય છે.
દરેક મ્યુચ્યુઅલ ફંડમાં વિવિધ સ્કીમ હોય છે જેમાં તમે રોકાણ કરી શકો છો. તેમાં માળખા આધારિત સ્કીમ્સ હોય છે જેની જુદી જુદી પાકતી મુદત હોય છે. ત્યાર પછી ઉદ્દેશ આધારિત સ્કીમ્સ પણ હોય છે જે ચોક્કસ ક્ષેત્રોમાં રોકાણ કરે છે. એક વાર તમે આવી સ્કીમ્સના પ્રકાર સમજી જાઓ પછી તમારી જરૂરિયાતો,નાણાકીય સ્થિતિ, જોખમ લેવાની ક્ષમતા અને વળતરની અપેક્ષાને આધારે તેમાંથી પસંદગી કરવાનું વધુ સરળ બની જાય છે.