ફિક્સ ડિપોઝીટ એક એવું નાણાંકીય પ્રમાણપત્ર છે કે જે બેંક દ્વારા પુરૂ પાડવામાં આવે છે, જે મોટા ભાગે બચત ખાતા(સેવિંગ્સ ઍકાઉન્ટ) કરતા વધારે વ્યાજ આપવાની બાંયધરી મુદત પ્રમાણે પાકતી તારીખે આપે છે.
ભારતમાં તે સલામત રોકાણના વિકલ્પ તરીકે લોકપ્રિય છે.
દુનિયામાં જોવા જઈએ તો લગભગ દરેક દેશોમાં FIXED DEPOSIT માટે અલગ અલગ શબ્દો વપરાય છે. જેમ કે અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રેલીયા અને ન્યુઝિલેન્ડમાં TIME DEPOSIT તરીકે ઓળખવામાં આવે છે જયારે બ્રિટનમાં તથા ઘણા યુરોપિયન દેશોમાં તેને BOND તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં FDની સામે રોકાણકારોની તરલતા (LIQUIDITY) જળવાઈ રહે તે માટે LOANS AGAINST FD નો વિકલ્પ આપવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે બેંક, પોસ્ટ ઓફીસ તથા પ્રતિષ્ઠિત કંપનીઓમાં FD મુકવાની એક પરંપરા (TRADITION) છે જેના થકી હાલમાં અબજો રૂપિયાનું ફંડ FDના સ્વરૂપે પડ્યું છે. ભારતમાં આવકની સામે બચતનો દર વિશ્વમાં સૌથી ઉંચો છે અને આ બચતમાં ભારતીય રોકાણકારો સૌથી વધારે વજન FDમાં રોકીને આપી રહ્યા છે.
હાલમાં ભારતમાં BANK FDની સાથે સાથે COMPANY FIXED DEPOSITSનું પણ ચલણ વધ્યું છે જેના અંતર્ગત CFDમાં સામાન્ય રીતે BANK FD કરતા 1 થી 3 % સુધીનું વધારે વળતર મળતું હોય છે. કારણકે કંપનીના વ્યાજ દર બેંક જે દરથી તેમને ધીરાણ આપે તેના થી ઓછા અને બેંક ગ્રાહકો જે દર ઓફર કરે તેનાથી વધારે એમ બંનેની વચ્ચે નો રેટ રોકાણકારને OFFER કરતી હોય છે જેથી રોકાણકર અને કંપની એમ બન્નેને ફાયદો થાય છે. CFDના વ્યાજના દર અને વિવિધ વિકલ્પો જેવા કે ક્યુંમિલેટીવ(માસિક, ત્રિમાસિક તથા વાર્ષીક વ્યાજ) સુવિધા સાથેના નીચે પ્રમાણેના છે.