પરિચય

આ વેબસાઇટ મારી, એટલે કે જયદેવસિંહ ચુડાસમાની એક અંગત પહેલ છે.
મારી કારકિર્દીનો પ્રારંભ સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં, એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં થયો. તેમાં ત્રણેક વર્ષ નોકરી કરી, પણ મન સ્વતંત્ર વ્યવસાય તરફ વળેલું હતું એટલે એ સરકારી નોકરી છોડીને ૧૯૯૦થી આર્થિક સલાહકાર તરીકેની કારકિર્દી અપનાવી.
હાલમાં હું ‘શ્રીજી ઇન્વેસ્ટમેન્ટ’ અને ‘ઇન્વેસ્ટર પોઇન્ટ’ નામની બે ફર્મ દ્વારા, શેર બ્રોકિંગ, મ્યુચ્યુઅલ ફંડ તથા વિવિધ બોન્ડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ, તમામ પ્રકારના ઇન્સ્યોરન્સ તથા મની એક્સચેન્જ સંબંધિત સેવાઓ આપું છું.
કારકિર્દીના પ્રારંભથી હું વિવિધ અખબારો સાથે સંકળાયેલો હતો અને ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યા પછી વિવિધ ટીવી ચેનલ્સમાં આર્થિક બાબતોના સલાહકાર તરીકે વિવિધ ચર્ચાઓમાં ભાગ લઉં છું.
અત્યાર સુધીમાં હજારો રોકાણકારોનો વિશ્વાસ જીતીને, તેમના સતત સંપર્કમાં રહેવાનો આંનદ અને સંતોષ છે, જે હવે આ વેબસાઇટથી સૌ સાથે વહેંચી રહ્યો છું.
આપણી ભાષામાં આર્થિક બાબતોની પાયાની તેમ જ સમયાંતરે બદલાતી રહેતી વિસ્તૃત માહિતી આ સાઇટ દ્વારા આપવાનું મારું ધ્યેય છે.
આપ મારો નીચેની રીતે સંપર્ક કરી શકો છોઃ
Email: investorpoint@gmail.com
Mobile: 98240 60099