• image
  • image
  • image

શેરબજારની તેજી સામે હજી સવાલ- શંકા છે? તો આટલું વિચારીને નિર્ણય લો!

સતત નવી ઊંચાઈ તરફ આગળ વધી રહેલા બજાર સામે  શંકા અને સવાલ  ઉપરાંત ભય પણ છે,

જેને સમજવા અને જવાબ મેળવવા  ચર્ચા જરૂરી છેે...

શેરબજારમાં તેજીનો દોરચાલુ છે. કિંતુ શું ખરેખર આ દોર  આમ જ ચાલતો રહેશે? આ તો ખોટી તેજી લાગે છે, આનો ભરોસો કઈ રીતે કરવો ? ઓપરેટરો કે મોટા સટોડિયાઓ ભાવ ખેંચતા હોય કે ચલાવતા હોય તેવું પણ લાગે છે. બજાર માત્ર  છ મહિનામાં જ કેટલું બધુ વધી ગયું છે, અનેક શેરોના ભાવો વધુ પડતા ઊંચા ચાલ્યા ગયા હોવાની શંકા પણ જાગે છે. આમાં વળી  અમે પણ ઊંચા ભાવે ભરવાઈ પડીએ તો ? સેન્સેકસ  ૨૮૦૦૦ આસપાસ ભલે પહોંચી ગયો અને હવે બજેટ દૃરમ્યાન કે માર્ચ સુધીમાં ૩૦૦૦૦ થવાની વાતો પણ પુરબહારમાં ચાલી રહી છે , તેમછતાં હજી  અત્યારના તેજીના દોર  સામે સવાલો અને શંકા હજી પણ ઊભા થઈ  રહયા છે. ગ્લોબલ  ઘટનાઓના ભય  માથા પર લટકયા કરે છે. નવી સરકારના આગમન સાથે સતત આવી રહેલા આર્થિક  સુધારાના પગલાં, સતત આગળ વધી રહેલી તેજી, સતત સુધરી રહેલું સેન્ટીમેન્ટ  અને સતત વધી રહેલી આશા વચ્ચે પણ અમુક વર્ગમાં  શંકાઓ અકબંધ છે ત્યારે શું કરવું ? આ સંજોગોમાં શંકાનું નિવારણ કયાંથી મળે ? વધુ પડતી તેજીમાં ભય લાગવો જોઈએ, કિંતુ ભરોસો જ ન બેસે એવું શા માટે ? શું ખરેખર વધુ પડતી તેજી છે આ ? શું માત્ર ઓપરેટરોએ સર્જેલી તેજી છે આ ? આવા સંજોગો વચ્ચે શંકા ભલે થતી , પરંતુ આ શંકા વચ્ચે પણ માર્ગ નીકળી શકે છે. આ માર્ગને સમજવાનો પ્રયાસ કરીએ.

Add a comment Read more...

તેજીનો તાલ લાંબો ચાલશે, પરંતુ કયા શેરોમાં રોકાણ કરવામાં સાર રહેશે?

નાના-નવા રોકાણકારો માટે શેરોના સિલેકશનની સરળ સમજ

ગયા સોમવારે આપણે તેજી સામેના  શંકા અને ભય અંગે ચર્ચા કરી.  તેજી સામે થતા સવાલો-શંકા કે ભયના જવાબો મેળવવાનો પણ  પ્રયાસ કરાયો.  જો  માની લઈએ કે તેજી મજબુત પાયા પર રચાઈ છે અને તે લાંબા ગાળા સુધી ચાલતી રહેશે તો હવે આપણે કરવું શું ? એવું શું કરીએ કે આ તેજીનો લાભ લઈ શકાય? અગાઉ આપણે જોયું છે કે તેજીમાં પણ રોકાણકારોનો બહુ મોટો વર્ગ નુકશાન કરતો હોય છે અથવા ઊંચા ભાવે ખોટા શેરોમાં ફસાઈ જતો હોય છે. આ વખતે મોદી સરકારના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી તેજીમાં જયારે સતત નવા બેન્ચમાર્ક બની રહયા છે, સેન્ટીમેન્ટ પણ  સતત ગુલાબી બની રહયું છે, ફંડામેન્ટલ્સ વધુ મજબુત થવા જઈ રહયા છે ત્યારે આ લાંબી રેસમાં આપણે પણ   દોડવાનું થશે. કિંતુ પડી ન જવાય એ રીતે, સંભાળીને. તેજીનો ખરો લાભ મેળવવાનો આ ઉત્તમ સમય ગણાય છે, તેમછતાં ભુલો થઈ શકે છે. આ ભુલો રોકાણકારો  અગાઉ કરી ચુકયા હોય  તો એ ભુલોને યાદૃ કરી પોતાને જ ગુરુ બનાવે અને આ સમયનો લાભ લેવા કઈ રીતે રોકાણ વ્યુહરચના ગોઠવે તેની સાદી -સરળ વાત કરીએ.

Add a comment Read more...

ગ્લોબલ ક્રાઇસિસનો ભય શૅરબજાર પર છવાઈ રહ્યો છે: રોકાણકારો માટે સાવચેતીપૂર્વકની તક

કરેક્શન મોડમાં આવી ગયેલી માર્કેટને કારણો મળી ગયાં

શૅરબજાર પર ફરી ગ્લોબલ ક્રાઇસિસનો ભય છવાઈ રહ્યો છે. રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજને ગ્લોબલ ક્રૅશ અને અનિશ્ચિતતાના સંકેત આપ્યા છે એને પરિણામે શૅરબજારમાં જ નહીં, ભારતીય ફાઇનૅન્શિયલ માર્કેટમાં ક્યાંક ચિંતા, ક્યાંક શંકા અને ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે. સેન્સેક્સ ફરી ઘટીને ૨૫,૦૦૦ની નજીક ઊતરી રહ્યો છે, જે વધુ ઘટે એવી ચર્ચા પણ બજારમાં શરૂ થઈ ચૂકી છે. આ સમયે શું કરવું? શું સંભવિત સંજોગોથી ગભરાઈને બજારની બહાર નીકળી જવું? શું ફરી પૅનિકમાં આવીને હાથ પરના સારા શૅરો પણ વેચી દેવા? કે પછી હમણાં બજારમાં પ્રવેશવું જ નહીં? વગેરે મુદ્દાઓની ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે આ સમય ભાગી જવાનો નથી, બલકે એને રોકાણની તક બનાવવાનો છે.

ગ્લોબલ ઘટનાઓ સામે સાવચેતી

રિઝર્વ બૅન્કના ગવર્નરે કહ્યું છે કે ગ્લોબલ માર્કેટ્સ અત્યારે ક્રૅશ થવાના જોખમને આરે છે. આમ થશે જ એવું પાકું કહેવું કઠિન છે, કિંતુ આ જોખમ અનિશ્ચિતતા ઊભી કરે એ સ્વાભાવિક છે. આ સમયમાં કૅપિટલ પ્રવાહ વિદેશોથી ભારતમાં આવવાને બદલે પાછો વળવા લાગી શકે છે, જેની અસર આપણી માર્કેટ પર પડ્યા વિના રહે નહીં.

Add a comment Read more...

સુધરી રહેલાં આર્થિક પરિબળોને સમજો અને લૉન્ગ ટર્મ પ્લાન કરો

એક તરફ દેશમાં વરસાદનો માહોલ અને બીજી તરફ શૅરબજારમાં તેજી ચાલવાનો માહોલ જામી રહ્યો છે. મોદી સરકારના આગમન બાદ સતત એક યા બીજાં પૉઝિટિવ પરિબળો બહાર આવી રહ્યાં છે. 

Add a comment Read more...

શેરબજારમાં રોકાણનો ઉતમ સમય આવ્યો છે ત્યારે આટલું જાણી-સમજી લો!

હવે બીએસઈની ગુજરાતી વેબસાઈટની નિઃશુલ્ક સેવાઓ પ્રાપ્ત કરો તમારા મોબાઈલ પર પણ: હવે ફોન્ટની સમસ્યા દૂર

લોકસભાની ચૂંટણીમાં મતદારોએ સ્થિર સરકાર રચાય એવો મેન્ડેટ આપ્યો એ સાથે દેશના શેરબજારમાં તેજીએ વેગ પકડ્યો છે. રૂપિયાના મૂલ્યમાં અને શેરોમાં એફઆઈઆઈ દ્વારા ઠલવાઈ રહેલા ડોલરના પ્રવાહને કારણે સતત વધારો થઈ રહ્યો છે. મૂડીરોકાણના તેજીના માહોલમાં હવે નાના રોકાણકારો પણ શેરબજાર ભણી પાછા વળવા લાગ્યા છે ત્યારે રોકાણકારોને માટે વિશ્વસનીય માહિતી, સલામત રોકાણ માટેનું માર્ગદર્શન અતિ આવશ્યક છે. રોકાણકારો શેરબજારમાં રોકાણ કરવા માટે જરૂરી પ્રાથમિકથી લઈને ટેકનિકલ માહિતી માટે બીએસઈની ગુજરાતી વેબસાઈટ gujarati.bseindia.com પર લોગઓન કરી શકે છે. અહીં બજારના પળેપળના સમાચાર ઉપલબ્ધ થાય છે.

Add a comment Read more...

સારું ડિવિડન્ડ આપતી કંપનીઓની યાદી

અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડ રિઝર્વના ચેરમેન શ્રી બેન બર્નાન્કીના બોન્ડ ખરીદી અટકાવી દેવાના સંકેત બાદ ભારતના શેરબજારમાં ગભરાટ ભરી સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સમાં 526 પોઈન્ટનું જંગી ગાબડું પડ્યું હતું . છેલ્લા દોઢ વર્ષનો બજારનો આ સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. 

Add a comment Read more...

2 જુલાઈ 2013

  • ક્રોમ્પ્ટોન ગ્રીવ્ઝના પ્રમોટર્સે ગીરવે મુકેલા 20 લાખ શેર છોડાવ્યા Crompton Greave Shares up 5% and close at 94.30
  • નાટકો ફાર્માએ Maxalt ગોળીઓ માટે યુએસ એફડીએ પાસેથી મંજૂરી મેળવી નાટકો ફાર્મા બંધ ભાવ 454.65
  • રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પોતાનું રૂ. 6,000 કરોડ દેવું ઓછુકરતા શેરમાં આવી મજબુતાઈ
  • બજાજ ઓટોના મહારાષ્ટ્રના ચાંચણ પ્લાન્ટ ખાતે કર્મચારીઓની હડતાલ ચાલુ રહેતાં તથા જૂન મહિનાના કુલ વેચાણમાં અગાઉના મે મહિનાના 3.39 લાખ વાહનોના વેચાણની સામે 2.95 લાખ વાહનો થતા શેરમાં નબળાઈ જોવા મળી હતી

 

Add a comment

ઇન્વેસ્ટરોની લૂંટ સમાન ગણાતા ઇશ્યુના ઊંચા પ્રીમિયમ સંબંધી સેબીએ શા માટે ચુપકીદી સેવી?

ઇન્વેસ્ટરોની લૂંટ સમાન ગણાતા ઇશ્યુના ઊંચા પ્રીમિયમ સંબંધી સેબીએ શા માટે ચુપકીદી સેવી?

પ્રાઇમરી માર્કેટના રિવાઇવલ માટે પ્રીમિયમના પ્રૉબ્લેમને પતાવવો પડશે

નવી સરકારની રચના બાદ મૂડીબજારનો પાયો વિસ્તારવા, IPO માર્કેટને પુન:સક્રિય કરવા, રોકાણકારોને મૂડીબજાર તરફ વાળવા સેબી વિશેષ સક્રિય બન્યું છે.એણે આ સંબંધી ઘણા નિર્ણયો લીધા છે તેમ જ સરકારને સંખ્યાબંધ રજૂઆત પણ કરીછે; પરંતુ જેને કારણે રોકાણકારો બજારથી દૂર થઈ ગયા છે એ વિશે સેબી પોતે કેમચૂપ છે એ સવાલ ખુદ રોકાણકારોને સતાવે છે.

Add a comment Read more...

૨૦૧૪ના વર્ષથી પ્રાયમરીમાર્કેટ(IPO/FPO)ફરી ધમધમતું થશે

આમતો પ્રાયમરી માર્કેટ એ શેરબજારમાં પ્રવેશવા માટેનું મુખ્ય પ્રવેશદ્વાર ગણવામાં આવે છે, પરંતુ ૨૦૦૭/૦૮ પછી જે રીતે નાના તથા નવા રોકાણકારોની મૂડીનું જે રીતે ધોવાણ થયું હતું, તે પછી આ રોકાણકારો માર્કેટથી સદંતર અલિપ્ત થઇ ચુક્યા છે અને ફરી પરત આવવાજ તૈયાર નથી. 

Add a comment Read more...

2 જુલાઈ 2013

  • RBIને નવા બેન્કિંગ લાયસન્સ માટે 26 અરજીઓ મળી છે જેમાં 5થી 7 કંપનીઓને જ પ્રથમ ચરણમાં મંજુરી મળે તેમ છે જેમાંથી INDIAN POST, LIC હોઉંસિંગ ફાઈનાન્સ, IDFC, L&T ફાઈનાન્સની  પ્રબળ દાવેદારોમાં ગણતરી થઇ રહી છે.
  • BPL(CMP Rs. 13.5) ઈલેક્ટ્રોનિક કન્ઝ્યુમર્સ ગુડઝનું ઉત્પાદન કરતી આ કંપની વિડિયોકોન ઇન્ડસ્ટ્રીસ ટેકઓવર કરે તેવી સંભાવના છે, આ વાતને સમર્થન મળે તો BPLના શેરમાં ચમકારો જોવા મળશે તેવી સંભાવના.
  • ELDER PHARMA(CMP 344) ભારતની આ ફાર્મા કંપની ભારે દેવાબોજ હેઠળ દબાયેલી હોવાથી કંપની તેનો સ્થાનિક ફોર્મ્યુલેસન બિઝનેસ વેચવા જઈ રહી છે આ બિઝનેસ ખરીદવા હાલમાં કેટલીક મલ્ટીનેશનલ ફાર્મા કંપની સનોફી નોવાર્ટીસ અને જીએસકે જીવી કંપનીઓ વચ્ચેની તીવ્ર સ્પર્ધાને કારણે વર્તમાન ભાવ કરતા ઊંચા પ્રીમીયમની સંભાવનાએ હલચલ વધતી જોવાય છે.

 

Add a comment

૧૨થી ૧૯ જુલાઈ, ૨૦૧૩

આ સપ્તાહમાં, સોમવારથી શુક્રવાર દરમિયાન બજારના ફેરફારો

Add a comment Read more...

કલરથી સમજો મ્યુચ્યુઅલ ફંડનાં જોખમોને!

ધ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ તાજેતરમાં જ મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ્સને કલર કોડ આપવાની ધોરણસરની લેબલિંગ પદ્ધતિ રજૂ કરી છે. જે રીતે પેકેજ્ડ ખાદ્ય પદાર્થોમાં તે શાકાહારી છે કે બિન-શાકાહારી તે દર્શાવવા માટે લીલો કે લાલ કલરકોડ ધરાવે છે તે જ રીતે મ્યુચ્યુઅલ ફંડની તમામ સ્કિમ અલગ-અલગ કલરકોડ ધરાવશે જે દર્શાવશે કે મ્યુચ્યુઅલ ફંડની સ્કિમમાં કેટલું જોખમ હોઇ શકે છે.

Add a comment Read more...

ડેટ ફંડમાં નાણા રોકીને નાના રોકાણકારો પણ મૂડીની સલામતી સાથે સંપત્તિનું સર્જન કરી શકે છે

યોગ્ય રીતે રોકાણ કરતાં આવડે તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સંપત્તિનું સર્જન કરવામાં વધુ ફાયદાકારક અનુભવ સાબિત થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડના વિશ્વને ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ સ્કીમ્સ(જેમાં ડેટ,ગોલ્ડ અને ઇક્વિટીનું મિશ્રણ હોય)માં વિભાજિત કરી શકાય.

Add a comment

મ્યુચ્યુઅલ ફંડ થકી વિદેશી કંપનીઓમાં રોકાણ કરી પોર્ટફોલીઓમાં વૈવિધ્યકરણ કરો

એક ભારતીય ઈન્વેસ્ટર તરીકે તમે ક્યારેય એપલ, માઈક્રોસોફ્ટ, યુનિલીવર, કોકા કોલા,ફેસબુક, સેમસંગ, જનરલ ઇલેક્ટ્રોનીક્સ વગેરે જેવી ગ્લોબલ કંપનીઓના શેરોમાં રોકાણ કરવાનો વિચાર કર્યો છે?  

 

Add a comment

નિયમિત બચતની તાકાત અજબ, SIP આપે પરિણામ ગજબ

સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન SIP એ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સ્ટોક માર્કેટમાં પરોક્ષ રીતે નાણાં રોકવાનો એક વિશિષ્ટ રીતે ડિઝાઈન થયેલો રિકરીંગ પ્લાન છે. જેને દુનિયાભરમાં સફળતા મળી છે. આ પ્લાન પ્રમાણે દર મહિને કે ત્રણ મહિને તમે રોકેલી રકમનાં યુનિટ્સ તમને મળે છે. 

 

Add a comment

ડેટમાં રોકાણ શા માટે ?

પારંપરિક રીતે ડેટ મ્યુચ્યુઅલ ફંડસ (કે જે ફિક્સ્ડ ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડસ તરીકે પણ જાણીતું છે) ઇકિવટી મ્યુચ્યુઅલ ફંડ્સ જેટલા લોકપ્રિય નથી. બહુચર્ચિત ના હોવા છતાં, સામાન્યપણે, પરંપરાગત ફિક્સ્ડ ઇન્કમ ઈન્સ્ટુમેન્ટોની સરખામણીમાં ડેટ ફંડ્સ સાચુ પૂછો તો કેટલાક વધુ લાભો ઓફર કરે છે અને સાથે જ તમારા ઇક્વિટીમાંનાં રોકાણોને સંતુલિત કરવામાં મદદ પણ કરે છે.

Add a comment

BUDGET બજેટ : કઈ રીતે અને કોણ તૈયાર કરે છે ?

બજેટ મારફત સરકાર ટેક્સ , ડ્યૂટી , ઋણ વગેરે દ્વારા ભંડોળ એકત્ર કરવા સંસદની મંજૂરી માંગે છે . આ ભંડોળનો ઉપયોગ સંસદની મંજૂરી સાથે ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે. 
Add a comment Read more...

ટેક્સ સેવિંગ્સ અને ટેક્સ પ્લાનીંગ વચ્ચેના તફાવતને સમજો

ટેક્સ પ્લાનીંગ એવી બાબત છે કે જેને ઘણા લોકો યોગ્ય રીતે સમજી શક્યા નથી. મોટા ભાગના કરદાતા(ટેક્સ પેયર્સ) માને છે કે તેઓ અમુક પોલિસી અથવા કલમ 80સી હેઠળની વિવિધ યોજનાઓમાં રોકાણ કરે એટલે ટેક્સ પ્લાનીંગની કામગીરી પૂરી થઇ ગઈ ગણાય. જોકે આ માત્ર રોકાણ છે, પ્લાનીંગ(આયોજન) નથી. રોકાણ (ચેક લખવું અને ફોર્મની સાથે તે જમા કરાવવું) એ આયોજનની કવાયતનો સૌથી નાનો હિસ્સો છે. વાસ્તવમાં આપણે તેને આયોજનની કવાયતનો હિસ્સો પણ ગણવો ન જોઈએ. તે માત્ર રોકાણ પૂર્ણ કરવાની ઔપચારિક કામગીરી છે.

Add a comment Read more...

બે આંકડામાં સલામત વળતર મેળવવા માટે પણ ડીમેટ ખાતું ઉપયોગી છે

મોટાભાગના પરંપરાગત રોકાણકાર બે આંકડાનું સલામત વળતર ઝંખતો હોય છે અને એમ કહેવાની જરૂર નથી કે બે આંકડાનું  સલામત વળતર મેળવવાની શોધમાં આ રોકાણકારો હજુ પણ મોટાપાયે  બેન્ક ફિક્સ ડિપોઝિટ્સ, કંપની ફિક્સ ડિપોઝિટ્સ ની વિવિધ યોજનાને વળગી રહ્યા છે, કેમ કે તેમની જાણકારીમાં સલામત રોકાણના અન્ય વિકલ્પો (જેમકે FMP, મ્યુચ્યુઅલ ફંડોની ડેટ સ્કીમો, NCDs-નોન કન્વર્ટબલ ડીબેન્ચર)થી પરિચિત હોતા નથી.
જેના માટે રોકાણકારોની નિષ્ક્રિયતા તો જવાબદાર છે જ પરંતુ આ વ્યસાય સાથે સંકળાયેલા તમામ લોકો પણ જવાબદાર છે. હું તમને અહિયાં સ્ટોક એક્ષચેન્જમાં લીસ્ટેડ NCDમાંથી પણ રોકાણકારો યોગ્ય અભ્યાસ કર્યા પછી રોકાણ કરેતો 10 થી 14 % સુધીનું સલામત વળતર મેળવી શકે છે. બીજું તેનું એક્સ્ચેન્જ પર લિસ્ટિંગ હોવાના કારણે જરૂરિયાત પડે ત્યારે તેમાંથી બહાર નીકળી શકાય છે અને કોઇપણ જાતનો TDS કપાતો નથી.
Add a comment Read more...

ઊંચા ટેક્સના સ્લેબમાં આવતા રોકાણકારો માટે ટેક્સ ફ્રી બોન્ડ્સની બોલબાલ

રોકાણ કરતી વખતે મોટાભાગના લોકો વિવિધ પ્રોડક્ટ્સમાં ઓફર કરવામાં આવતા વળતરને ધ્યાનમાં રાખે છે. આવા લોકોને બેન્ક એફડીનું વળતર આકર્ષક લાગે છે. પરંતુ તે સત્ય હોય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે આ વળતર ટેક્સ પહેલાનું હોય છે. વાસ્તવિક વળતરનો આધાર તમે કયા ટેક્સ સ્લેબમાં આવો છો તેના પર છે.

આ ઉપરાંત સલામતી , તરલતા , ટેક્સ જેવા બીજા પરિબળોની પણ રોકાણનો નિર્ણય કરતી વખતે વિચારણા કરવી જોઇએ.રોકાણકારોએ નિર્ણય કરતા પહેલા ટેક્સ પછીના વળતર અને રોકાણ માટેના સમયગાળાને ધ્યાનમાં રાખવો જોઇએ.ફુગાવાને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થાય ત્યારે સમાન પ્રકારની પ્રોડક્ટ અને સર્વિસ માટે વધુ નાણાં ચૂકવવા પડે છે . જો તમારી આવકમાં ફુગાવાના દર કરતાં નીચા દરે વધારો થતો હોય તો તમે કમાણી કરી રહ્યા હોવા છતાં તમારા જીવનધોરણમાં આર્થિક ખેંચનો સામનો કરવો પડે છે.

Add a comment Read more...

સોનું ખરીદવાના સાત રસ્તા

સોનાએ હંમેશા રોકાણના એક વિકલ્પ તરીકે ધ્યાન ખેંચ્યું છે. તહેવારોની મોસમ તેના મહત્ત્વને વધારે છે, કારણ કે તેની સાથે પરંપરાઓ જોડાયેલી હોવાથી ખરીદીની યાદીમાં તેને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. હાલના સમયમાં લોકો અલગ-અલગ રીતે સોનું ખરીદે છે.

Add a comment Read more...

સફળ અર્થશાસ્ત્રીમાંથી રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના ગવર્નર બનતા રઘુરામ રાજન

છઠ્ઠી ઑગસ્ટે કેન્દ્રીય બૅંકના વડા તરીકે સત્તાવાર નામ પર વડા પ્રધાન મનમોહન સિંહએ મંજૂરીની મહોર મારી અને એ મંજૂરી પછી દેશના તમામ અગ્રેસર વર્તમાનપત્રની સાથે બિઝનેસ ચેનલનાં રડાર નવા ગવર્નરની ફરતે ગોઠવાતાં જાય છે. વાત હજુ સમજ્યા ન હો તો હવે ફોડ પાડીએ કે આપણી નાણાકીય મધ્યસ્થ સંસ્થા (રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા)ના વર્તમાન ગવર્નર તરીકે ડી. સુબ્બારાવનો કાર્યકાળ ચોથી સપ્ટેમ્બરે પૂરો થશે અને તેમના સ્થાને એન્જિનિયર ફેમ અર્થશાસ્ત્રીના નામ પર મહોર મારી છે. 

Add a comment Read more...

અનૂપ ભાસ્કરની સફળતાની ફોર્બ્સ ઇન્ડિયાએ લીધી નોંધ

માર્ચ 2013 ક્વાર્ટરમાં હરીફોને મોટા માર્જિનથી પાછળ રાખી દેવા બદલ ક્રિસિલે અનૂપ ભાસ્કરના ફંડને શ્રેષ્ઠ દેખાવ કરનાર ફંડ જાહેર કર્યું ત્યારે યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના અનૂપ ભાસ્કર રાતોરાત સ્ટાર બની ગયા હતા. આપણે પણ તેમાંથી કંઇ શીખી શકીએ કે નહીં તે જાણવા માટે તેમની સફળ બનવાની ફોર્મ્યુલા પર નજર નાખીએ. 

Add a comment Read more...

કેગને ધારદાર બનાવનાર વિનોદ રાયને સલામ

૨૩મી મે, ૧૯૪૮માં ગાઝીપુર(U.P)ના એક સામાન્ય પરિવારમાં જન્મેલા શ્રી વિનોદ રાયે ૧૯૭૨થી IAS ઓફીસરથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ એક પછી એક એવા રાજ્ય સરકાર અને ભારત સરકારના અનેક ઉચ્ચ હોદ્દાઓ ઉપર રહીને ઉત્ત્કૃષ્ટ કામગીરી કરનારા અને તેમાંય છેલ્લાં પાંચ વર્ષ (૭, જાન્યુઆરી ૨૦૦૮ થી ૨૨, મે ૨૦૧૩) દરમિયાન ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(CAG)નું પદ સંભાળ્યા પછી ૨૨, મે, ૨૦૧૩ના રોજ નિવૃત્ત થયેલા વિનોદ રાયે 153 વર્ષ જૂની આ સંસ્થાને ધારદાર બનાવવાનું કામ કર્યું હતું, જેથી સત્તામાં સર્વોચ્ચ સ્થાને થતા ભ્રષ્ટાચાર સામેની લડતમાં તે એક અસરકારક હથિયાર બની શકે.

Add a comment Read more...

યુરોપ ફોકસ ફન્ડ્સ : રોકાણની નવી તક

યુરોપ ફરવા જાઓ છો, પરંતુ યુરોપમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ખરા? 

જીવનમાં તમે ક્યારેક ને ક્યારેક ફરવા માટે યુરોપ જવાનો વિચાર કર્યો હશે, કિંતુ શું તમે ક્યારેય યુરોપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર કર્યો છે? યસ, હવે ફરવા ઉપરાંત આ દેશોમાં ઇન્વેસ્ટમેન્ટ માટે વિચાર કરવાનો સમય પણ આવી ગયો છે. યુરોપની ગ્રોથ સ્ટોરી હવે ચર્ચાનો વિષય બની છે. મોટા સંપત્તિવાનો તો પોતાનું રોકાણ વિવિધ દેશોમાં કરતા જ હોય છે, પરંતુ હવે આ તક નાના રોકાણકારોને પણ મળી છે. કેટલાંક મ્યુચ્યુઅલ ફન્ડ્સ હાલમાં યુરોપમાં રોકાણ કરવાની ઑફર સાથેની યોજના લાવી રહ્યાં છે. અત્યાર સુધી અમેરિકા, ચીન અને બ્રાઝિલને ધ્યાનમાં રાખીને સ્કીમ ઑફર કરતાં ફન્ડ્સ હવે યુરોપની ઇકૉનૉમીના સુધારા તેમ જ વિકાસની સંભાવનાને ધ્યાનમાં રાખીને નવી ઑફર કરી રહ્યા છે.
તાજેતરનાં વર્ષોની સૌથી ખરાબ કહી શકાય એવી આર્થિક કટોકટીમાંથી પસાર થયા બાદ નવસર્જન તથા નવવિકાસ તરફ આગળ વધી રહેલું યુરોપ હવે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જેનો લાભ લેવા થ્ભ્ (જૉન પિયરપૉન્ટ) મૉર્ગન યુરોપ ડાયનૅમિક ઇક્વિટી ઑફશૉર ફન્ડ, રેલિગેર ઇન્વેસ્કો પાન યુરોપિયન ઇક્વિટી ફન્ડ અને ડૉઇચ ઍસેટ મૅનેજમેન્ટ કંપની હેઠળનાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ યુરોપિયન ઇકૉનૉમી તથા યુરોપિયન કંપનીઓમાં રોકાણની તક ઑફર કરતી સ્કીમ સાથે આવી ગયાં છે. તેમના મત મુજબ વર્ષ ૨૦૧૨માં ઐતિહાસિક બૉટમ બનાવ્યા બાદ યુરોપિયન માર્કેટ નવેસરથી વૃદ્ધિ માટે સજ્જ બની રહ્યું છે. 

શા માટે યુરોપની પસંદગી?

યુરોપિયન ઇકૉનૉમી અને માર્કેટ ભારત માટે એવાં છે જેની સાથે ભારતને વર્ષોથી નાતો રહ્યો છે અને આ નાતો એવો છે કે એમાં ભારત માટે જોખમનું સ્તર નીચું રહે છે અને વળતરનું સ્તર સારું રહે છે. બીજી વાત, વિશ્વની ફૉચ્યુર્ન-૫૦૦માં ૧૬૦ કંપનીઓ યુરોપની છે. ટોચની ૧૦૦ ગ્લોબલ બ્રૅન્ડ્સમાં ૩૨ બ્રૅન્ડ યુરોપની છે. જગતના કુલ ઉત્પાદનમાં યુરોપનો હિસ્સો આશરે ૧૯ ટકા જેટલો છે. આ બધાં સબળ કારણો વચ્ચે અત્યારે યુરોપિયન કંપનીઓનાં વૅલ્યુએશન વાજબી અથવા નીચા સ્તરે છે જે રોકાણ માટેની સારી તક ગણાય એવું આ સ્કીમ ઑફર કરનારાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ માને છે.

નેગેટિવમાંથી પૉઝિટિવ ઝોનમાં

આ ત્રણેય ફન્ડ્સ જે ઑફર લાવ્યાં છે એમાં એમણે સાવચેતીનો સૂર પણ વ્યક્ત કર્યો છે, કારણ કે એ પોતે હજી એવું પણ માને છે કે યુરોપ એની ક્રાઇસિસમાંથી પૂર્ણપણે બહાર નથી આવી ગયું, પરંતુ એટલું જરૂર કહી શકાય કે એનો ખરાબ સમય પૂરો થયો છે, અર્થાત્ જો બુરા હોના થા વો હો ગયા, અબ ઝ્યાદા બુરા કુછ નહીં હો સકતા, અબ જો ભી હોગા અચ્છા હોગા. (યાદ છે કરીનાની બેસ્ટ ફિલ્મ ‘જબ વી મેટ’ના શાહિદ કપૂરનો આ સંવાદ, જ્યારે તે પોતાના પિતાની કંપનીની નવરચના માટે સજ્જ બને છે ત્યારે નવા કૉન્ફિડન્સ સાથે આમ કહે છે). ખેર, આપણે ફિલ્મોની આવી કાલ્પનિક વાતોથી અંજાઈ જવાને બદલે વાસ્તવિકતા પર આવીને જોઈએ તો ખરેખર પણ યુરોપિયન ઇકૉનૉમીના આંકડા આ વાતને સમર્થન આપે છે. યુરોપ લાંબા સમયના નેગેટિવ ગ્રોથમાંથી પૉઝિટિવ ગ્રોથના ઝોનમાં પ્રવેશી રહ્યું છે અને એટલે જ આ ફન્ડ્સ તરફથી પહેલ થઈ છે કે નીચા ભાવોના લેવલે એન્ટ્રી કરી લેવામાં સાર છે. અત્યારે આમાં ડિસ્કાઉન્ટમાં શૅરો મળી રહ્યા છે. કન્ઝ્યુમર ગુડ્સ સિવાયનાં તમામ સેક્ટરમાં અત્યારે ડિસ્કાઉન્ટ પ્રાઇસ જેવો ઘાટ છે. વર્ષ ૨૦૧૩માં તો યુરોપે અમેરિકા કરતાં સારો દેખાવ કરીને પણ નવી આશા જગાવી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને હજી વધુ ફન્ડ્સની ઑફર પણ આવી રહી છે. ભારતીય રોકાણકારો માટે ડાઇવર્સિફિકેશનનો આ ખરો અવસર છે.

SIP પણ થઈ શકે

અહીં એક વાત યાદ રહે, આમાં રોકાણ કરતી વખતે તમે અન્ય દેશોની ઇકૉનૉમીમાં ડાઇવર્સિફિકેશન કરી રહ્યા છો. લાંબા ગાળાનો અભિગમ અહીં પણ જરૂરી રહેશે. આ રોકાણ કરવા તમે મિનિમમ પાંચ હજાર રૂપિયા સાથે પણ આગળ વધી શકો છો અને ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયાના સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) પણ લઈ શકો છો. આ રોકાણ માટે તમને પાઉન્ડ કે યુરોની જરૂર નહીં પડે, બલ્કે તમે રૂપી કરન્સીમાં જ રોકાણ કરી શકશો. આ સાથે ટૅક્સની અસર પણ સમજી લેવી જોઈએ. ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડમાં અને શૅરબજારમાં પણ પર્યાપ્ïત રોકાણ કરવામાં આવ્યું હોય તો કંઈક નવું કરવા અને નવી તક ઉપાડવા માટે આ રોકાણનો વિચાર કરી શકાય. જોકે ગયા વર્ષે અમેરિકન ફન્ડ્સમાં રોકાણ કરનારા ભારતીય રોકાણકારોને એક જ વર્ષમાં ડૉલરની મજબૂતીનો પણ સારો લાભ ઊંચા વળતરરૂપે પ્રાપ્ïત થયો હતો.

ટર્નઅરાઉન્ડ શરૂ થયું છે

જાણીતી ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ કંપની ફૉચ્યુર્ન મની મૅનેજમેન્ટના ચૅરમૅન ચંદ્રકાંત પારેખ કહે છે કે આ ફન્ડ્સ યુરોપમાં થઈ રહેલા ટર્નઅરાઉન્ડને ધ્યાનમાં રાખીને ઑફર લાવ્યાં છે. આમાં સંપૂર્ણ ઇક્વિટી રોકાણ હોવાથી જોખમ તો ઊંચું રહેવાનું છે, કિંતુ ગયા વર્ષે જેમ જપાને એની ઇકૉનૉમીના સુધારાને પગલે ૬૫ ટકા જેવું અસાધારણ વળતર આપ્યું એમ આ વખતે યુરોપ પણ સુધારાના પંથે છે એ નોંધવું જોઈએ. બીજું, અહીંની ગ્લોબલ કંપનીઓમાં પરોક્ષ રીતે રોકાણની તક મળે છે જે અન્યથા ભારતમાં મળી શકે નહીં. આમ પણ લો વૅલ્યુનો સમય જ ખરો રોકાણનો સમય કહેવાય એવું પણ તેમણે ઉમેર્યું છે. 
જોકે સાવચેતીની વાત પરથી અત્યારે ઑફર થયેલી સ્કીમ્સની વાત કરીએ તો આ ત્રણેય સ્કીમ ફીડર ફન્ડ્સરૂપે છે જેને ફન્ડ ઑફ ફન્ડ કહે છે, એટલે કે આ ફન્ડ ઑલરેડી જે ફન્ડ યુરોપિયન કંપનીઓમાં સીધું રોકાણ કરવાનું ફન્ડ ધરાવે છે એમાં આ સ્કીમ્સ પોતે રોકાણ કરશે. વધુ સરળ અને સ્પક્ટ શબ્દોમાં કહીએ તો ભારતીય રોકાણકારોને ઑફર થયેલાં આ ફન્ડ્સ યુરોપિયન કંપનીઓમાં સીધું રોકાણ કરશે નહીં, બલ્કે એમાં રોકાણ કરનાર અન્ય ફન્ડ્સમાં રોકાણ કરશે અને એથી જ એને ફીડર ફન્ડ અથવા ફન્ડ ઑફ ફન્ડ કહે છે.
Add a comment

સમય-સંજોગ મુજબ ઓફર થતી રોકાણ યોજનાઓ

મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓ નાના રોકાણકારો માટે કઈ રીતે અનુકુળ આવી શકે?
જેમ વિવિધ બિમારીઓની વિવિધ દૃવા અને જેમ એક જ બિમારીની પણ વિવિધ દૃવા શોધાતી જાય છે તેમ ઈન્વેસ્ટમેન્ટ જગતમાં રોકાણ માટેના વિવિધ સાધનો સતત આવતા રહે છે, એટલું જ નહીં, રોકાણકારોને આકર્ષવા અથવા તેમનો વિશ્વાસ સંપાદૃન કરવા સંજોગો અનુસાર પણ નવા સાધનો ઊભા થતા રહે છે. મ્યુચ્યુઅલ ફંડ એક એવો માર્ગ છે, જ્યાં વિવિધ યોજનાની સતત શોધ થતી રહે છે અને રોકાણકારોને સતત નવી તક અથવા નવા નામે નવી ઓફર આપતી રહે છે.
જેઓને પોતાને શેરબજાર કયારેય માફક નહીં આવે એવો અહેસાસ થઈ ગયો હોય કે જેમને શેરબજારમાં પ્રવેશવાની તદૃન ઈચ્છા નથી એવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ શ્રેષ્ઠ માર્ગ બની શકે છે, અલબત, સમયની ધીરજ તો આ માર્ગ પણ માંગે જ છે. સમયના પરિવર્તન સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉધોગે તેના ઈન્વેસ્ટરોને ભરપુર વેરાયટીઝ આપી છે.
આપણે  કેટલીક વેરાયટીઝને સમજીએ અને તે નાના રોકાણકારો માટે કઈ રીતે આદૃર્શરૂપ ગણાય છે એ પણ જાણીએ. જો તમને મ્યુ.ફંડ વિશે શુન્ય જેટલી જાણ છે તો આ વાંચીને કમસે કમ એ શૂન્યની આગળ તમે એક થી લઈ પાંચનો આંકડો (અર્થાત ૧૦થી ૫૦ ટકા) ચોકકસ લગાવી શકો એટલું તો જાણી જ લેશો.

બે પાયાના તત્વો

મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં  પહેલેથી બે તત્વો તેના પાયામાં રહેલા છે. એક તો મ્યુચ્યુઅલ ફંડની કોઈપણ યોજનામાં લઘુતમ રોકાણ નાની રકમનું જ  હોય છે. સામાન્ય માનવીને પણ પોષાય તેવી રકમ હોવાથી એન્ટ્રી લેવલ દૃરેક માટે કાયમ ઉપલબ્ધ રહે છે. આ રકમ રૂ. ૧, ૨ હજાર કે રૂ. ૫ હજાર જેવી હોય છે. આ પછી પણ મહત્ત્વની વાત એ છે કે મ્યુ.ફંડમાં રોકાણ કરવા માગતી વ્યકિત નિયમિત રીતે પણ નાની રકમ સાથે સતત તેમાં સહભાગી થઈ શકે છે. જે વ્યકિત એક સાથે રૂ.૫ હજાર ન કાઢી શકે તે મહિને રૂ. પાંચસો કે એક હજાર નિયમિત કાઢીને પણ રોકાણ કરી શકે છે.
વધુમાં આ રોકાણ માટે કોઈ લાંબી લચક ઝંઝટ નથી, માત્ર એક ફોર્મ ભરવા સાથે કેવાયસી (નો યોર કલાયન્ટ) ના જરૂરી દૃસ્તાવેજો જોડી આગળ વધી શકાય છે. એ પણ પહેલીવાર હો તો. ઓનલાઈન અરજી કરીને પણ રોકાણ કરી શકો છો. એક વાર રોકાણ કર્યા બાદૃ શેરબજારની જેમ સતત તેને જોતા રહેવાની જરૂર રહેતી નથી. હાશ! નાના -સામાન્ય રોકાણકારોને આનાથી વધુ શું જોઇએ?

રોકાણ કરવામાં ભરપુર ફલેકસિબીલિટી

મ્યુ.ફંડની યોજનાઓમાં રહેલી ફલેકસિબીલીટી પણ નાના રોકાણકારોને અનુકુળ બને એવી હોય છે. રોકાણકાર આ યોજનામાં વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ કરી શકે, નિયમિત સમયના અંતરે રોકાણ કરી શકે, લમસમ કરી શકે, ચોકકસ રકમનું કરી શકે. ચોકકસ સમયગાળા માટે કરી શકે તો વળી પોતાની મરજી મુજબના સમયગાળા  માટે પણ કરી શકે. ચાહે ત્યારે કરી શકે, ચાહે ત્યારે ઉપાડી શકે.
એક સેકટરની કંપનીઓમાં કરી શકે તો વૈવિધ્યસભર ઈકિવટીમાં પણ કરી શકે. એકંદૃરે સલામત એવા સરકારી અથવા ડેટ (બોન્ડસ, ડિબેન્ચર્સ, મની માર્કેટ વગેરે) સાધનોમાં કરી શકે અથવા જોખમી એવી ઈકિવટીલક્ષી યોજનામાં પણ કરી શકે. સલામતી અને જોખમનું બેલેન્સ કરતી બેલેન્સ યોજનામાં પણ અવશ્ય કરી શકે. છ મહિના માટે છ વરસ માટે કે વધુ સમય માટે પણ કરી શકે. એજન્ટ મારફત કે જાતે પણ કરી શકે. એક જ ઈન્વેસ્ટમેન્ટ મારફત ઈકિવટી, ડેટ, ગોલ્ડ વગેરે જેવા સાધનોને આવરી લઈ શકે. સ્ટોક એકસચેંજના પ્લેટફોર્મ મારફત કરી શકે તો વળી પોતાના એજન્ટ કે ઓનલાઈન માર્ગે પણ કરી શકે. 
વેરાયટીઝની  વિશિષ્ટતામાંથી સર્જાતી તકો
હવે આ ફંડની વેરાયટીઝ પર આવીએ તો સંજોગ મુજબ ઊભા થતા રોકાણ સાધનો જોઈએ.
મ્યુ.ફંડની અનેકવિધ વેનિલા પ્રોડકટસ ઉપરાંત સમય -સંજોગ અનુસાર પણ યોજનાઓ આવતી રહે છે. તેના કેટલાંક દૃાખલા જોઈએ. એલ એન્ડ ટી મ્યુ.ફંડે તાજેતરમાં એક સ્પેશ્યલ સિચ્યુએશન ફંડ બહાર પાડયું હતું. જેનોઉદ્દેશ જ્યારે પણ કોઈ કંપનીમાં સ્પેશ્યલ પરિસ્થિતી ઊભી થાય ત્યારે તેની અસર શું થઈ શકે તેના આધારે ફંડ તેમાં રોકાણ કરે છે. અર્થાત બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ખાસ ઘટના બને ત્યારે જે-તે કંપની પર થનારી અસરનો અભ્યાસ કરી રોકાણ કરાય.
આમ આ ફંડના રોકાણકારોને સ્પેશ્યલ સિચ્યુએશનનો લાભ મળે એ જોવાનો હેતુ આ ફંડનો રહે છે. ફ્રેન્કલીન ટેમ્પલટને એફટી ઈન્ડિયા ડાયનામિક પીઈ રેશિઓ ફંડ બહાર પાડયું છે, જે એનએસઈના ઈન્ડેકસ નિફટીના પી ઈ રેશિઓના આધારે રોકાણ કરવાની પધ્ધતિ અપનાવીને એક ફંડ ઓફર કર્યુ છે, જેમાં ફંડ જેમ જેમ પી ઈ રેશિઓ વધતો જાય તેમ તેમ તે ઈકિવટી સ્ટેક ઓછો  કરતું જાય છે. જયારે એડલવીઝનું એક ફંડ બજારમાં એવું પણ છે જે એબસોલ્યુટ રિટર્ન ફંડ તરીકે ઓળખાય છે, જે ૧૦૦ ટકા ઈકિવટી રાખે, કિંતુ બજાર બગડશે કે તૂટે એવું લાગે તો શોર્ટ (વેચાણ) કરી  રાખે. અર્થાત, તેનું નેટ એકસપોઝર ઈકિવટીમાં ઘટતું જાય. આ માર્ગે રિટર્ન નીચુ દેખાઈ શકે, પણ રાહતદાયી બની રહે. કેમ કે તેમાં જોખમનું મેનેજમેન્ટ યોગ્ય પણે થઈ જાય એવું કહેવાય છે.  

સારા સ્ટોકસ શોધવાનું લક્ષ્ય 

આ જ રીતે આઈસીઆઈસીઆઈ પ્રુ.નું ડિસ્કવરી ફંડ એવું છે, જે શેરબજારમાંથી વેલ્યૂ સ્ટોકસ શોધતું રહે છે. જેમાં વેલ્યૂ સ્ટોકસની વ્યાખ્યા એ છે કે એ સ્ટોકમાં ગ્રોથની સંભાવના ઊંચી છે. આવા સ્ટોકસ તુલનામત્મક રીતે બજારમાં નીચા ભાવે મળતા હોય છે, કિંતુ તેના ઈકોનોમીક ફંડામેન્ટલ્સ મજબુત હોય છે, જો કે તેને ડિસ્કવર કરવા પડે છે. આ કામ ફંડ પોતે કરીને રોકાણકારોને વાજબી ઊંચુ વળતર ઓફર કરી શકે છે. તાજેતરમાં પરાગ પરીખ ફાઈ. સર્વિસીસ નામની કંપની તરફથી પણ પહેલી જ વાર એક નોખું ફંડ લોન્ચ થયું છે, જેને પીપીએફએસ લોંગ ટર્મ વેલ્યૂ ફંડ નામ અપાયું છે, કેમ કે તેનો ઉદ્દેશ લાંબા ગાળાનો છે. નવા ફંડમાં  યુનિક બાબત એ છે કે આ ફંડમાં કંપનીના પ્રમોટરો, મુખ્ય અધિકારીઓ પણ રોકાણ કરી રહયા છે,  ફંડ ભારતીય ઈકિવટી સાથે વિદેશી ઈકિવટી શેરોમાંથી વેલ્યૂ સ્ટોકસ પસંદ કરશે.
વધુમાં ફંડ વળી માસિક એસઆઈપી ઉપરાંત કવાર્ટરલી (ત્રિમાસિક) એસઆઈપી પણ ઓફર કરી રહ્યું છે. જેમાં મિનિમમ રૂ.૫૦૦૦ની રોકાણ મર્યાદા છે. મજાની વાત એ છે કે આ ફંડ ડેટ અને મની માર્કેટના સાધનોમાં પણ રોકાણ કરશે, જેથી તેનું જોખમ નીચું રહે અને પ્રવાહીતા ઊંચી રહે. સૌથી રસપ્રદ અને  મહત્ત્વની વાત એ છે કે આ નવા ફંડે કેટલાંક નવા બેન્ચમાર્ક  તરીકે માત્ર એક જ સ્કીમ બહાર પાડવાનું નક્કી કર્યુ છે. ફંડે તેની કોઈ સેલ્સ ટીમ રાખી નથી. ફંડના સંચાલકો રોકાણકારોને પહેલા તેના આ ફંડ વિશે સમજાવશે અને પછી જ તેમાં રોકાણ કરવાની સલાહ આપશે. આ ફંડ માત્ર એક જ સ્કીમ સાથે આગળ વધવાનો વ્યૂહ ધરાવે છે.
 
Add a comment

સચીન તેંડુલકર પાસેથી રોકાણકારોએ શીખવા જેવી સાત બાબત

ફોકસ, અભ્યાસ, લક્ષ્ય, સમર્પણ, શિસ્ત અને સંયમના ગુણોનો સચીનની સફળતામાં મોટો ફાળો

સચીન તેંડુલકર પાસેથી રોકાણકારોએ શીખવા જેવી સાત બાબત

Add a comment Read more...

વધુ વંચાતા લેખ

નવા લેખ

Enter your email address:

Delivered by FeedBurner

Email Feeds
Free E-Newsletter

E-Newsletter

Subscribe to our mailing list

* indicates required
() - (###) ###-####